કોઠારીયા સોલવન્ટનાં શહેનાઝબેન ફીનાઈલ ગટગટાવી લેતા સારવારમાં
કોઠારીયા સોલવન્ટના ત્રણ માળીયા ક્વાર્ટરમાં રહેતા શહેનાઝબેન ઇલીયાસબેન ડોડીયા (ઉ.26) નામના મહિલાએ પોતાના ઘરે ફીનાઈલ પી જતાં સારવારમાં ખસેડાયા હતા. તેના લગ્નને 9 વર્ષ થયા છે. સંતાનમાં બે દીકરા હોવાનું જાણવા મળ્યું છે.
શાપર-વેરાવળમાં મહિલાએ ફીનાઈલ પીધું
શાપર-વેરાવળનાં શીતળા માતાજીનાં મંદિર પાસે રહેતા ચંદ્રીકાબેન કાળુભાઈ મકવાણા (ઉ.25) નામનાં મહિલાએ ફીનાઈલ ગટગટાવી લેતાં સિવિલમાં ખસેડાયા છે. તેઓના છુટાછેડા થયાનું પ્રાથમિક વિગતમાં જાણવા મળ્યું હતું.
આણંદપર ગામે પુત્રએ ઝઘડો કરી પિતા-દાદાને સળગતા લાકડા વડે માર માર્યો
કુવાડવાના આણંદપર ગામે રહેતા વાલજીભાઈ ખીમજીભાઈ રાઠોડ (ઉ.58) અને ખીમજીભાઈ બાવાભાઈ રાઠોડ (ઉ.30)ને જગદીશ ઉર્ફે જયેશ વાલજીભાઈ રાઠોડએ ઝઘડો કરી સળગતુ લાકડુ મારતા શરીરે અને હાથે ઇજા કરતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરિવારજનોએ જણાવ્યું હતું કે પુત્ર જગદીશ કોઇ કામ ધંધો કરતો નથી અને ગઇકાલે રૂા. 200ની માંગણી કરી જે પૈસા ન આપતા માથાકૂટ કરી પિતા અને દાદાને માર માર્યો હતો.