ઝાલાવાડમાં તસ્કરો બેફામ : 1પ દિવસમાં ચાર મંદિરોમાં ચોરી

27 November 2020 12:58 PM
Surendaranagar Crime
  • ઝાલાવાડમાં તસ્કરો બેફામ : 1પ દિવસમાં ચાર મંદિરોમાં ચોરી

દસાડા તાલુકાનાં વાલેવડા ગામમાં આવેલ વાંકલ માતાજીનાં મંદિરનાં દરવાજા તોડી તસ્કરો રૂા.1.80 લાખની મતા ચોરી ગયા

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. ર7
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુલાબી ઠંડીનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જીલ્લાનું તાપમાન 25 સેલ્સિયસ સરેરાશ નોંધાઈ રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીની શરૂઆત થતાં જ તસ્કરો બેફામ બનવા પામ્યા છે ત્યારેસુરેન્દ્રનગર જિલ્લામાં રોજ બરોજ ચોરીના ગુનાઓમાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે જેમાં ખાસ કરી હવે તસ્કરો દ્વારા મંદિર અને ધાર્મિક સ્થળોને ટાર્ગેટ બનાવી અને ચોરીના ગુનાઓ આચરવામાં આવી રહ્યા છે.સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક ધાર્મિક સ્થળ ઉપર ચોરીનો ગુનો તસ્કરો દ્વારા આચરવામાં આવ્યો હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વાલેવડા તાલુકો દસાડા જિલ્લો સુરેન્દ્રનગરમાં આવેલ વાંકલ માતાજીના મંદિરમાં તસ્કરો દ્વારા ચોરી કર્યાનો બનાવ સામે આવ્યો છે ત્યારે મોડી રાત્રે તસ્કરો દ્વારા વાલેવડા ગામમાં આવેલ વાંકલ માતાજી ના મંદિર ના દરવાજા ના તાળાઓ તોડી અને મંદિરમાં ચોરી કર્યા હોવાનું ત્યાંના સ્થાનિક અને ત્યાં પૂજા પાઠ કરતા સાધુ સ્થાનિક અને ત્યાં પૂજા પાઠ કરતા પુજારી દ્વારા મંદિરમાં ચોરી થયા હોવાની પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવા પામી છે.


સીતારામ મનુભાઇ સાધુ ઉં.વ.25 ધંધો મંદીર પુજા રહે.વાલેવડા તા.દસાડા જિ.સુરેન્દ્રનગર નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.23/11/2020 સાંજના સાત વાગ્યા થી તા.24/11/2020 ના સવારના કલાક 7 વાગ્યા દરમ્યાન ગમે તે સમયે આરોપી કોઇ અજાણ્યા ચોર ઇસમોએ વાલેવડા ગામમાં આવેલ વાંકલ માતાજી ના મંદીર ના દરવાજા ઓના તાળા તોડી મંદીરમા પ્રવેશ કરી ચાંદીના ત્રીશુલ નંગ-2,ચાંદીના મોટા છતર નંગ-6,ચાંદીના મીડીયમ છતર નંગ-3,ચાંદીના અન્ય નાના છતર નંગ -107,મંદીર ની અંદર રાખેલ માતાજીની ચાંદીની મૃર્તી નંગ-1,ચાંદીનો માતાજીનો મુગટ તથા મુગટની કલગી વિગેરે ચાંદીની વસ્તુ જેનો વજન આશરે 6 કીલો કીં.રૂા.1,80 લાખની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યો હતો. આ બનાવની તપાસ પો.સબ ઇન્સ. પી.વી.ધનેશા દસાડા પો.સ્ટેશન કરે છે.


ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં તસ્કરો બેફામ બનતા જઈ રહ્યા છે ને ગુલાબી ઠંડીની શરૂઆત થી જ તસ્કરો દ્વારા બેફામ રીતે જિલ્લામાં ચોરી કરવામાં આવી રહી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ગુલાબી ઠંડીનો પ્રારંભ થતાની સાથે જ તસ્કરો દ્વારા બેફામ રીતે ચોરીના ગુનાઓ આચરવા ના બનાવો સતત સામે આવી રહ્યા છે ઘર મકાન અને મંદિરોમાં અને ખાસ કરી ધાર્મિક સ્થળો ઉપર ની જગ્યાઓ ઉપર જઈને તસ્કરો દ્વારા બેફામ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી કરવામાં આવી રહી હોવાનું હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર ગુલાબી ઠંડીનો પ્રારંભ થતાની સાથે જ તસ્કરો ચોરી ના ગુનાને અંજામ આપી રહ્યા છે.ખાસ તસ્કરો દ્વારા ધાર્મિક સ્થળો અને મંદિરોને વધુ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ત્યારે છેલ્લા પંદર દિવસમાં ચાર મંદિરોમાં તાળા તોડી અને તસ્કરો દ્વારા ચોરીના ગુનાઓ આચરવામાં આવ્યા છે ત્યારે આગામી દિવસોમાં પોલીસ દ્વારા મંદિરોમાં ચોરી કરનાર ચોરને ઝડપી પાડી અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે.


Related News

Loading...
Advertisement