ખંભાળીયામાં દુષ્કર્મનો પંચાયત સભ્યનો પતિ આરોપી જેલહવાલે : રિમાન્ડ નામંજૂર થયા

27 November 2020 12:51 PM
Jamnagar Crime
  • ખંભાળીયામાં દુષ્કર્મનો પંચાયત સભ્યનો પતિ આરોપી જેલહવાલે : રિમાન્ડ નામંજૂર થયા

19 વર્ષની યુવતીને અભડાવ્યાના કેસમાં કોર્ટનો ચૂકાદો

જામખંભાળીયા તા.27
ખંભાળિયાના ચર્ચાસ્પદ દુષ્કર્મ પ્રકરણમાં ઝડપાયેલા ગ્રામ પંચાયતના સદસ્યાના પતિના રિમાન્ડ અદાલતે નામંજૂર કરતા તેને જેલહવાલે મોકલી દેવામાં આવ્યો છે. ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતી અનુસૂચિત જાતિની 19 વર્ષીય એક અપરિણીત યુવતીને સફાઈ કરવાના બહાને પરિવારજનોની ગેરહાજરીમાં પોતાના ઘરમાં બોલાવી, તેણી પર દુષ્કર્મ ગુજારવાના સબબ બુધવારે અહીંની પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાઈ હતી. આના અનુસંધાને એસ.સી. એસ.ટી. સેલના તપાસનીસ ડીવાયએસપી સમીર સારડા દ્વારા ગ્રામ પંચાયતના મહિલા સદસ્યાના પતિ એવા અત્રે શક્તિનગર વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર બાબુભાઈ બારોટ નામના 42 વર્ષીય યુવાનની એટ્રોસિટી સહિતના ગુનામાં ધરપકડ કરી, ગત સાંજે અહીંની સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા વિવિધ મુદ્દે મેજિસ્ટ્રેટ સમક્ષ ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરાતા નામદાર અદાલતે જીતેન્દ્ર બારોટના રિમાન્ડ નામંજૂર કરી તેને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.
આ વચ્ચે પોલિસ દ્વારા ફરિયાદી યુવતીના મેડિકલ ચેકઅપ માટે તેણીને જામનગરની હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement