સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના લહેર પ્રસરી; વધુ 307 પોઝીટીવ કેસ : 9નાં મોત

27 November 2020 12:44 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના લહેર પ્રસરી; વધુ 307 પોઝીટીવ કેસ : 9નાં મોત

138 કેસ સાથે હજુ રાજકોટ જિલ્લો અગ્રેસર : જામનગર 45, જુનાગઢ 24, ભાવનગર 8, અમરેલી-મોરબી 20-20, સુરેન્દ્રનગર 17, ગીર સોમનાથ 7, દ્વારકા 5, બોટાદ-પોરબંદર 1-1 અને કચ્છ 21 કેસ : 293 દર્દીઓ ડિસ્ચાર્જ

રાજકોટ, તા.27
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ શિયાળા ઋતુની ઠંડી લહેર સાથે કોરોના વાઇરસની લહેર યથાવત રહી છે. કોરોના સંક્રમણ વધતા કેસની સંખ્યા ફરી 300ને પાર પહોંચી છે રાજકોટ જિલ્લામાં રાત્રી કફર્યુ હોવા છતાં પોઝીટીવ કેસોમાં ઘટાડો નોંધાયો નથી છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 307 પોઝીટીવ કેસ સામે 293 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજકોટ 5, જામનગર 3, પોરબંદર 1 દર્દીનું મોત નોંધાયું છે.

છેલ્લા 24 કલાકમાં રાજકોટ 87 શહેર 51 ગ્રામ્ય કુલ 138, જામનગર 27 શહેર 18 ગ્રામ્ય કુલ 45, ભાવનગર 7 શહેર 1 ગ્રામ્ય કુલ 8, જુનાગઢ 11 શહેર 13 ગ્રામ્ય કુલ 24, અમરેલી 20, મોરબી 20, સુરેન્દ્રનગર 17, ગીર સોમનાથ 7, દ્વારકા પ, બોટાદ 1, પોરબંદર 1, કચ્છ ર1 સહિત 307 પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે દર્દીઓ ડિસ્ચાર્જ થવાની સંખ્યાની આંકડાકીય વિગતો જોતા રાજકોટ 143, જામનગર 41, ભાવનગર 11, જુનાગઢ 15, અમરેલી 6, મોરબી 7, સુરેન્દ્રનગર 19, ગીર સોમનાથ 11, દ્વારકા 12, બોટાદ 3, કચ્છ 25 સહિત 293 દર્દીઓ સાજા થયા છે. ગુજરાત રાજયમાં 1560 પોઝીટીવ કેસ સામે 1302 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજયમાં સાજા થયાનો દર 90.93 ટકા નોંધાયો છે.

રાજકોટ
રાજકોટ જિલ્લામાં કોરોના સંક્રમણ હજુ યથાવત રહ્યું છે. દિવાળીના તહેવારો બાદ પોઝીટીવ કેસોમાં આવેલો ઉછાળો હજુ સમતો નથી આરોગ્ય વિભાગ અને તંત્રની સંક્રમણ નાથવાની કામગીરી હજુ અસરકારક પરિણામ લાવી નથી હજુ પણ ઠેર ઠેર સ્થળોએ લોકોની ભીડ મોઢે માસ્ક પહેરવામાં બેદરકારી દાખવતા શહેરમાં સંક્રમણની ચેઇન તુટતી નથી પોઝીટીવ કેસો રોજિંદા વધી રહ્યા છે. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ લગ્નસરાની સીઝનમાં લોકોની ભીડ જામતા પોઝીટીવ કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા ર4 કલાકમાં વધુ 138 પોઝીટીવ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 87 અને ગ્રામ્ય પ1 મળી કુલ 138 પોઝીટીવ કેસ નોંધાયા છે. 10પ33 શહેર અને પ106 ગ્રામ્ય સહિત કુલ 15639 કેસ નોંધાયા છે. 143 દર્દીઓ સાજા થતા કોવિડ હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. હાલ 669 શહેર અને 3ર1 ગ્રામ્ય સહિત 990 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં પાંચ દર્દીઓના મોત નોંધાયા છે.

ભાવનગર
ભાવનગર જિલ્લામા વધુ 8 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 5,127 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 4 પુરૂષ અને 3 સ્ત્રી મળી કુલ 7 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ગારીયાધાર ખાતે 1 કેસ મળી કુલ 1 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકાના 11 તેમજ તાલુકાઓના 1 એમ કુલ 12 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામા નોંધાયેલા 5,127 કેસ પૈકી હાલ 55 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 4,996 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.

મોરબી
મોરબી જિલ્લામાં વધુ 20 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. 7 ગ્રામ્ય, 4 વાંકાનેર, 6 હળવદ, 3 ટંકારાનો સમાવેશ થાય છે. 7 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. હાલ 175 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. જિલ્લાનો કુલ આંક 2607 નોંધાયો છે.

અમરેલી
અમરેલી જિલ્લામાં વધુ 20 પોઝીટીવ કેસ નોંધાયા છે. 6 દર્દીઓ સાજા થયા છે હાલ 180 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લાનો કુલ આંક 3055 નોંધાયો છે.

પોરબંદર
પોરબંદર જિલ્લામાં 1 કેસમાં છ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. 1ર દર્દીઓ કોરોનામુકત થતા હાલ 40 દર્દીઓ સારવાર હેઠળ છે. 1 દર્દીનું મોત નોંધાયું છે. જિલ્લાનો કુલ આંક 839 પર પહોંચ્યો છે.

જુનાગઢ
જુનાગઢ જિલ્લામાં વધુ નવા ર4 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં 11 શહેર અને 5 વિસાવદર, 4 માણાવદર, કેશોદ, માળીયા, ગ્રામ્ય મળી કુલ 24 પોઝીટીવ કેસ નોંધાયા છે. 15 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં 17 નવા પોઝીટીવ કેસ સામે 19 દર્દીઓ સાજા થયા છે. બોટાદ જિલ્લામાં માત્ર એક કેસ સામે 3 દર્દીઓ સાજા થયા છે. કચ્છ જિલ્લામાં નવા 21 કેસ સામે 25 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરૂવારે ખંભાળીયાના બે તથા અન્ય ત્રણ તાલુકાના એક એક મળી કુલ પાંચ નવા કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે ગઇકાલે ભાણવડના ત્રણ દર્દીઓ ડિસ્ચાર્જ થતા હવે જિલ્લામાં કુલ 54 એકટીવ કેસ સારવાર હેઠળ છે.

રાજકોટ જિલ્લામાં કોરોનાએ વધુ 6 દર્દીનો ભોગ લીધો
જિલ્લામાં માઇક્રો ક્ધટેનમેન્ટ ઝોનમાં વધારો : હેલ્પલાઇનના કોલ્સ અને ઓપીડી વધવા લાગી : 1967 બેડ ઉપલબ્ધ
સમગ્ર સૌરાષ્ટ્રભરમાં પ્રસરી રહેલો કોરોના વાયરસ હજુ ભયજનક રહ્યો છે. રાજકોટ જિલ્લાની સરકારી-ખાનગી કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા કોરોનાગ્રસ્ત વધુ 6 દર્દીઓનો ભોગ લેવાયો છે. આરોગ્ય વિભાગે આજે બહાર પાડેલા બુલેટીનમાં 6 દર્દીના મોત જાહેર કર્યા છે. જેમાં ડેથ ઓડિટ કમીટીએ નીલ રીપોર્ટ આપ્યો છે.

જિલ્લામાં આરોગ્ય વિભાગની 1321 ટીમોએ ઘરે ઘરે સર્વે કામગીરીમાં વધુ 136 તાવ, શરદી, ઉધરસના લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર આપી છે. 51 ધન્વંતરી રજ અને 9 સંજીવની રથ ગ્રામ્ય વિસ્તારોમાં દોડી રહ્યા છે. આરોગ્ય વિભાગે ગોંડલ, વડાસડા, ભાડેર, પરાપીપળીયા વિસ્તાર કવર કર્યા છે. કુલ 1276 એન્ટીજન ટેસ્ટ કરાયા હતા. સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં 1967 બેડ ઉપલબ્ધ છે.

જિલ્લામાં કુલ 453 માઇક્રો ક્ધટેનમેન્ટ ઝોન કાર્યરત છે જેમાં નવા મેરી ગોલ્ડ રેવન્યુ, માધાપર તા. રાજકોટ તાલુકા પંચાયત પાછળ, પડધરી રીયલ હાઇટ, મેટોડા તા. લોધીકા, વણકરવાસ, નાના દુધીવદર તા. જામકંડોરણા ઉત્સવ હોટલ પાછળ, જેતપુર સામત રોડ, જસદણ પોસ્ટ ઓફિસ પાસે, સુલતાન તા. ગોંડલ.

કચ્છમાં કોરોનાનો કહેર : વધુ 21 પોઝીટીવ કેસ: સુખપર-નાના આંગીયામાં સ્વૈચ્છિક લોકડાઉન
અત્યાર સુધીમાં 71 વ્યકિતના સત્તાવાર રીતે મોત પણ વાસ્તવિક આંકડો મોટો હોવાના સંકેત
દેશભરની સાથે શિયાળાના આગમન બાદ વકરેલા કોરોના વાઇરસના કચ્છમાં વધુ 21 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાં શહેરોના 19માંથી ભુજમાં 7, ગાંધીધામમાં 8, માંડવીમાં 3, ભચાઉમાં 1 કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 2માંથી તાલુકા મુજબ ભુજ, મુન્દ્રામાં 1-1 કેસ છે. 23 દર્દી સાજા થઈ ગયા છે. પરંતુ, 219 જેટલા કોવીડ ગ્રસ્ત દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 3175 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી કુલ 2843 દર્દી સાજા થઈ ગયા છે. સરકારી તંત્રએ 71ના મોત બતાવ્યા છે. જે વાસ્તવિક આંકડાથી બહુ ઓછા હોવાનું લોકો માની રહ્યા છે.

શહેરો અને શહેરોની આસપાસના ગામડાઓમાં કોરોનાના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે અને મોતનો આંકડો પણ વધતો જાય છે તેથી વૈશ્વિક મહામારી કોરોનાને હળવાશથી લઈને બેદરકાર રહેતા લોકોને કારણે ફરી લોક ડાઉનની સ્થિતિએ પહોંચી જવાનો ડર જવાબદાર નાગરિકોને સતાવી રહ્યો છે. દરમ્યાન, પટેલ ચોવીસીના સમૃદ્ધ ગામ તરીકે ઓળખાતા સુખપરમાં કોરોના વાઇરસના કેસમાં વધારો થતાં ચિંતિત બનેલા ગ્રાજમનોએ સ્વૈચ્છિક રીતે શુક્રવારથી 10 દિવસ માટે રાત્રીના સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે.

ગામના જાગૃત અગ્રણીઓના જણાવ્યા અનુસાર વીતેલા એકાદ અઠવાડિયામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા દોઢસોને પાર કરી ગઇ છે જ્યારે ત્રણ દિવસમાં ત્રણેક વ્યક્તિના કોવિડથી મોત થયા છે. આરોગ્ય તંત્રે ભલે ચોપડે એક પણ મોત ન દર્શાવ્યું હોય પરંતુ એ ત્રણે ગ્રામજનોની અંતિમક્રિયા ભુજના ખારી નદી સ્થિત કોવિડ સ્મશાન ગૃહમાં કોવિડના નિયમો સાથે કરાઇ છે. કોરોનાનો કહેર વધી જતાં ગામના આગેવાનો અને જાગૃત નાગરિકોએ ગુરૂવારે ગ્રામ પંચાયતમાં વિશેષ બેઠક બોલાવીને તા. 27થી તા. 5 ડિસેમ્બર સુધી સાંજના 6થી સવારના 6 વાગ્યા દરમિયાન સ્વૈચ્છિક રીતે નાની મોટી દુકાનો, ચા અને પાનની કેબીનો સહિત તમામ બજાર બંધ રાખવા નિર્ણય લીધો છે. આ આગેવાનો ગામમાં દુકાને-દુકાને ફરીને વેપારીઓ અને ધંધાર્થીઓને વાકેફ કરતા તમામ સહમતી દર્શાવી હતી. રાત્રી લોકડાઉન વિશે માનકુવા પોલીસને પણ વાકેફ કરાઇ છે.

આ ઉપરાંત નખત્રાણા તાલુકાના નાના અંગિયામાં છેલ્લા સપ્તાહમાં દરરોજ એકાદ બે કોરોના સંક્રમિત લોકોની સંખ્યા બહાર આવી રહી છે. તેમાં ગુરૂવારે એક સાથે 5 જેટલા લોકોનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતાં સંક્રમણને કાબૂમાં લેવા આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયતે મહામારીને ફેલાતી રોકવા માટે ગામમાં 30 નવેમ્બર સુધી બપોર બાદ સ્વયંભૂ લોક ડાઉન જાહેર કર્યું છે. દિવાળી અને શિયાળાના આગમન બાદ વધેલા કોરોનાના કેસને પગલે ગ્રામ પંચાયત દ્વારા 25થી 30 નવેમ્બર સુધી સર્વાનુમતે લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેને વેપારી મંડળના સહયોગથી બપોર બાદ તમામ વેપાર, ધંધા, રોજગાર બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી ગ્રામ પંચાયત દ્વારા 200 રૂપિયાનો દંડ પણ વસુલ કરવામાં આવી રહ્યો છે.

શરૂઆતના દિવસોમાં જ અંદાજે 1800 રૂપિયા જેટલો, અલગ અલગ વ્યક્તિઓ પાસેથી દંડ વસુલાયો હતો. બપોરે 1 વાગ્યા બાદ કોઇ પણ દુકાન ચાલુ જણાય તો તેવા દુકાનદારને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. બહારગામથી આવતા ફેરિયાઓ માટે હાલમાં પ્રવેશ બંધી ફરમાવાઇ છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યત્વે પાટીદાર વસ્તી ધરાવતા આ ગામમાં લક્ષ્મીનારાયણ મંદિર અને સતપંથ મંદિર આવેલા છે. જે પણ હાલના સમયમાં કોરોના મહામારીનું સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે દર્શનાર્થીઓ માટે હાલ પૂરતા બંધ રાખવામાં આવ્યા છે. વિથોણ સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબ મયુરીબેનનાં જણાવ્યા અનુસાર તાલુકા હેલ્થ ઓફિસરના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી લેવામાં આવી રહી છે. કોરોનાગ્રસ્તોને હોમ ક્વોરન્ટાઇ કરવામા આવ્યા છે અને કોરોના અંગે ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

ખંભાળીયા જિલ્લા પંચાયત કચેરીમાં કોરોનાનો ફુંફાડો : 84 કર્મીઓના ટેસ્ટ કરાયા
ડીડીઓ બાદ વધુ ત્રણ કર્મચારીઓ સંક્રમીત થયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનો પંજો પ્રસરાવ્યો છે. જેમાં અહીંની જિલ્લા પંચાયત કચેરીમાં કોરોનાએ ભરડો લીધો હોય તેમ છેલ્લા દિવસોમાં કુલ ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત કચેરીમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ઉપરાંત જિલ્લા કલેકટરનો વધારાનો ચાર્જ સંભાળતા ડી.ડી.ઓ. ડી.જે. જાડેજા સોમવારે કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને હોમ આઈસોલેટ કરાયા હતા. આ પછી મંગળવારે કાર્યપાલક ઈજનેર (સિંચાઈ) પણ કોરોના સંક્રમિત હોવાનું ખુલવા પામ્યું હતું.

અહીંની જિલ્લા પંચાયત કચેરીના બે અધિકારીઓ કોરોના સંક્રમિત થતા ગઈકાલે ગુરૂવારે અહીંના આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરી અને આ કચેરીમાં ફરજ બજાવતા 84 કર્મચારીઓના સામૂહિક કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં કચેરીમાં પ્યુનને લગતી કામગીરી કરતા એક કર્મચારીને કોરોના પોઝિટિવ હોવાનું ખુલવા પામ્યું હતું. આથી તેમને હોમ આઇસોલેટ કરી, અને જરૂરી સારવાર અપાઈ હતી.

આટલું જ નહીં જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતાં ઈન્ચાર્જ નિયામક શ્રીવાસ્તવને પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આમ, જીલ્લા પંચાયતની આરોગ્ય આઈ.સી.ડી.એસ. શાખા, ડી.આર.ડી.એ. તેમજ અન્ય વિભાગોના તમામ કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતમાં કોરોના પોઝિટિવ કેસ બાદ લગત બ્રાન્ચ ત્રણ દિવસ માટે બંધ કરાવવામાં આવી છે.


Related News

Loading...
Advertisement