વંથલીમાં રૂા.30 હજારની રોકડ ભરેલ થેલીની ઉઠાંતરી

27 November 2020 12:19 PM
Junagadh Crime
  • વંથલીમાં રૂા.30 હજારની રોકડ ભરેલ થેલીની ઉઠાંતરી

બેંકમાંથી પૈસા ઉપાડી બહાર આવેલા વૃધ્ધની થેલી ગઠીયો ઉઠાવી જતા ફરિયાદ

જૂનાગઢ,તા. 27
વંથલી ખાતે રહેતા વૃધ્ધ બેન્કમાંથી 30 હજાર ઉપાડી પોતાની મોટર સાઈકલની હુકમાં થેલી ટીંગાડીને જતા હતા ત્યારે કોઇ અજાણ્યા 20 થી 25 વર્ષના યુવાને થેલી કાઢી લઇ પલાયન થઇ ગયાની ફરિયાદ બાદ 20 દિવસે વંથલી પોલીસમાં નોંધાવી હતી.આ અંગેની વિગત મુજબ વંથલી દીલાવરનગર વિસ્તાર વામન સોસાયટી, લક્ષ્મી ઓઇલ મીલ સામે રહેતા મહીદાસ હંસરાજભાઈ ત્રાંબડીયા ગત તા. 7-11ના સવારે 11 કલાકે વંથલીની બેન્ક ઓફ બરોડામાંથી 30 હજાર ઉપાડી થેલીમાં રુપિયા રાખી મો.સા.માં ચેકબુક ચશ્મા પાછળની હુકમાં ટીંગાડીને વંથલી તાલુકા સંઘ તરફ જતાં હતા. ઓટો ગેરેજની સામે રોડ પર ચડતાં મોટર સાઈકલ રોકતા પાછળથી એક 20 થી 20 વર્ષના યુવાને હુકમાંથી થેલી કાઢી લઇ પલાયન થઇ ગયાની ગઇકાલે વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એમ.કે. ઓડેદરાએ તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement