રાજકોટ તા.27
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે લઘુતમ તાપમાનનો પારો સામાન્ય રહેવા પામ્યો હતો પરંતુ પવનનું જોર વધુ રહેતા ઠંડીનું જોર વધુ અનુભવાયુ હતું. ખાસ કરીને આજે સવારથી રાજકોટ શહેરમાં ઠંડા પવનના કારણે નગરજનો ધ્રુજી ગયા હતા. હવામાન કચેરીના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં આજે સવારે લઘુતમ તાપમાન 14.5 ડીગ્રી રહ્યું હતું અને હવામાં ભેજ 73 ટકા વધ્યો હતો. જો કે પવનનું જોર વધુ રહેતા ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઈ હતી.દરમિયાન આજરોજ નલીયા કરતા ભુજ ખાતે વધુ ઠંડી અનુભવાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે
કે શિયાળામાં મોટાભાગે નલીયા ખાતે સૌથી વધુ ઠંડી નોંધાઈ છે પરંતુ આજે સવારે નલીયા ખાતે 16 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. તેની સામે આજે ભુજમાં 15.2 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. આમ આજે નલીયા કરતા ભુજમાં વધુ ઠંડી નોંધાવાઈ હતી. જયારે આજરોજ સવારે અમદાવાદ ખાતે 18.3 ડીગ્રી, ડીસામાં 17.2 ડીગ્રી, વડોદરામાં 18.2 ડીગ્રી, સુરતમાં 20.8 ડીગ્રી, કેશોદમાં 16.8 ડીગ્રી, ભાવનગરમાં 19.6 ડીગ્રી, પોરબંદરમાં 20.3 ડીગ્રી, વેરાવળમાં 20.4 ડીગ્રી, દ્વારકામાં 19.8 ડીગ્રી અને ઓખામાં 20.5 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.દરમિયાન આજે સવારે સુરેન્દ્રનગર ખાતે 16.5 ડીગ્રી, ન્યુ કંડલા ખાતે 17.3 ડીગ્રી, કંડલા એરપોર્ટ પર 17 ડીગ્રી, અમરેલી ખાતે 19 ડીગ્રી, ગાંધીનગરમાં 15 ડીગ્રી, મહુવામાં 19.2 ડીગ્રી, દિવમાં 20 ડીગ્રી અને વલસાડમાં 15.5 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.