ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ અમિતાભ સહિત 7 લોકો સામે ફરિયાદ

27 November 2020 12:00 PM
Entertainment Top News
  • ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ અમિતાભ સહિત 7 લોકો સામે ફરિયાદ

બિહારના પૂજારીએ કોર્ટમાં કરી રાવ: ધર્મશાસ્ત્ર સંબંધિત એક સવાલ અંતર્ગત અપાયેલા વિકલ્પ વાંધાજનક હોવાનો આક્ષેપ

નવીદિલ્હી, તા.27
ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં બિહારના સિકંદરપુર નિવાસી આચાર્ય ચંદ્રકિશોર પરાશરે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં અભિનેતા અમિતાભ બચ્ચન, એક ટીવી ક્વિઝ શોના ડાયરેક્ટર અરુણેશ કુમાર, રાહુલ વર્મા, ટીવી ચેનલના પ્રમુખ મનજીતસિંહ, સીઈઓ એનપી સિંહ તેમજ સ્પર્ધક વિલ્સન સહિત સાત લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ પર આગલી સુનાવણી 3 ડિસેમ્બરે કરવામાં આવશે.આરોપ લગાવવામાં આવ્યો છે કે શો દરમિયાન સ્પર્ધકને ધર્મશાસ્ત્ર સંબંધિત એક સવાલ પૂછવામાં આવ્યો હતો. સવાલ અને વિકલ્પમાં અપાયેલા ઉત્તર વાંધાજનક હતા જેના કારણે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.દરમિયાન અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતના કાવતરાના આરોપમાં દાખલ થયેલા કેસ અંતર્ગત ગુરૂવારે કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપી ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી, એકતા કપૂર, ભૂષણ કુમાર તેમજ સાજિદ નડિયાદવાલાના વકીલ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. ભણસાલી દ્વારા વકીલ સરોજ કુમાર અને બાકીના ત્રણેય ફિલ્મ નિર્માતાઓ તરફથી પ્રિયરંજન ઉર્ફે અન્નુ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. ભણસાલી તરફથી પહેલી વખત તેમના વકીલ હાજર રહ્યા હતા. કોર્ટે આગલી સુનાવણી માટે 9 ડિસેમ્બરની તારીખ નિર્ધારિત કરી છે. આ પહેલાં ગેરહાજર રહેવા બદલ ફિલ્મ નિમાર્તાઓને નોટિસ ફટકારાઈ હતી. ગત 14 ઓગસ્ટે વકીલ સુધીરકુમાર ઓઝાએ સલમાન સહિત આઠ ફિલ્મી હસ્તીઓ વિરુદ્ધ જિલ્લા તેમજ સેશન્સ કોર્ટમાં પુન:વિચાર અરજી દાખલ કરી હતી.


Related News

Loading...
Advertisement