જરૂરીયાતમંદ તમામને માથે છત : ગરીબ-મઘ્યમ વર્ગ પરિવારને ઘરનું ઘર : આવાસોનો ડ્રો યોજાયો

27 November 2020 10:13 AM
Ahmedabad Gujarat
  • જરૂરીયાતમંદ તમામને માથે છત : ગરીબ-મઘ્યમ વર્ગ પરિવારને ઘરનું ઘર : આવાસોનો ડ્રો યોજાયો
  • જરૂરીયાતમંદ તમામને માથે છત : ગરીબ-મઘ્યમ વર્ગ પરિવારને ઘરનું ઘર : આવાસોનો ડ્રો યોજાયો

ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઇ-કોમ્પ્યુટરરાઇઝડ ડ્રો કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

ગાંધીનગર તા.27
ગુજરાતમાં જરૂરિયાતમંદ તમામના માથે છત આવે, તમામ ગરીબ-મધ્યમ વર્ગના લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તેવા ધ્યેય મંત્ર સાથે ગુજરાત સરકાર કાર્ય કરી છે તેમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગર ખાતેના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસોના ઇ-કોમ્પ્યુટરાઇઝડ ડ્રો પ્રસંગે ગાંધીનગરથી જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ભાવનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં અંદાજે રૂ. 119 કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1252 ઊઠજ-2 આવાસોનો ઇ-કોમ્પ્યુટરાઇઝડ ડ્રો યોજાયો હતો.


મુખ્યમંત્રીએ નવીન આવાસોના ડ્રો પ્રસંગે લાભાર્થીઓને અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓને નવા વર્ષની શુભેચ્છાઓ આપતાં કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે વિકાસ દિશામાં આગળ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સસ્તા આવાસો ઘરે ઘરે શૌચાલયો, નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી, વિનામૂલ્યે ઘર ઘથ્થુ ગેસ જોડાણ, વિના મૂલ્યે જનધન બેંક ખાતા, ઙખ આયુષ્ય અને મા અમૃતમ હેઠળ રૂ. 5 લાખનું આરોગ્ય કવચ જેવી અનેકવિધ લાભો આપ્યા છે. ગુજરાત સરકારે તાજેતરમાં ગરીબ લોકોને સસ્તું અનાજ મળી રહે તે માટે 10 લાખ કાર્ડ ધારકોને લાભ આપ્યો છે અને આજે ભાવનગરના લોકોને 1252 સુવિધાયુક્ત લિફ્ટ સહિતના આવાસો આપવામાં આવી રહ્યા છે. આ ડ્રોમાં બાકી રહેલા પણ તમામ લોકોને રાજ્ય સરકાર સસ્તા આવાસો ઉપલબ્ધ કરાવશે. ભાવનગર શહેરમાં અંદાજે રૂ. 17થી 18 લાખની કિંમતનું ઘર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અંદાજે રૂ. 5.50 લાખની કિંમતમાં આપવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.


તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર અને લોકોના સહયોગથી ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 92 ટકા જ્યારે મૃત્યુદર ઘટીની પોણા બે ટકા થયો છે. કોરોનાથી ગભરાયા વિના સંક્રમણ અટકાવવા સાવચેતી સાથે માસ્ક, બે ગજની દૂરી અને વારંવાર હાથ ધોવા જરૂરી છે. રાજ્યમાં માસ્ક નહી પહેરનાર નાગરિકને રૂ. 1000ના દંડની કડક જોગવાઇ કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઇંઝ ઓફ ડુઇંગ બિઝનેસની જેમ ઇઝ ઓફ લિવિંગને પણ પ્રાધાન્ય આપીને આપણે ગુજરાતના શહેરો રહેવા અને માણવા લાયક બનાવવા પડશે. વડાપ્રધાન દ્વારા તાજેતરમાં ગુજરાતને સી પ્લેન, ગિરનાર રોપ વે તેમજ ભાવનગરને રો પેક્સ ફેરી સર્વિસની ભેટ આપવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર પ્રથમ ઈગૠ ટર્મિનલ પણ ધરાવે છે. સૌ સાથે મળીને ભાવનગર પણ અન્ય શહેરોની સાથે સ્પર્ધા કરી વિકાસમાં અગ્રેસર રહે તેવા પ્રયાસો કરવા પડશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગર ખાતે ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને મેયર મનહરભાઇ મોરીએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલે સ્વાગત પ્રવચન તેમન ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એમ. એ. ગાંધીએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે મહાનગરપાલિકાના પદાધિકારી-અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા


Related News

Loading...
Advertisement