લગ્ન માટે હવે પરમીશનની જરૂર નથી : રાજકોટ પોલીસ કમિશ્નરની જાહેરાત

26 November 2020 09:30 PM
Rajkot Gujarat
  • લગ્ન માટે હવે પરમીશનની જરૂર નથી : રાજકોટ પોલીસ કમિશ્નરની જાહેરાત
  • લગ્ન માટે હવે પરમીશનની જરૂર નથી : રાજકોટ પોલીસ કમિશ્નરની જાહેરાત
  • લગ્ન માટે હવે પરમીશનની જરૂર નથી : રાજકોટ પોલીસ કમિશ્નરની જાહેરાત

● પોલીસ મથક ઉપર લગ્ન મંજૂરી માટે આવતા લોકોની બેફામ ભીડ થતા અંતે પોલીસે નિર્ણય લીધો હોવાની ચર્ચા ● અત્યાર સુધીમાં રાજકોટના જુદા જુદા પોલીસ મથકોમાં લગ્નની 2200 જેટલી અરજીને મંજૂરી આપાઈ છે : DCP મનોહરસિંહ

રાજકોટ, તા. 26
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ છે જે ખુબ જ ઘાતક છે. રાજ્યમાં કોરોનાથી થતા મોતની સંખ્યા પણ વધી છે. એવામાં રાજય સરકારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કફર્યુ લાદી દીધો છે અને રાજયમાં કોઇપણ સ્થળે લગ્ન પ્રસંગે 100 વ્યકિતઓની જ હાજરીની મંજૂરી આપવા નિર્ણય લીધો છે. આ પહેલા અનલોક-પમાં ર00 લોકોની મંજૂરી આપવામાં આવતી હતી. પરંતુ સંક્રમણ વધતા હવે 100 લોકોની જ મંજૂરી અપાઇ છે અને સ્થળના પ0 ટકા વ્યકિતની જ હાજરીને માન્ય રાખવામાં આવી છે તેમજ નજીકના પોલીસ મથકેથી લગ્નમાં હાજર રહેનાર મહેમાનોનું લીસ્ટ આપી મંજૂરી મેળવવા કહેવાયું હતું. સરકારની જાહેરાત મુજબ રાત્રીના સમયે લગ્નને પોલીસ મંજૂરી આપશે નહીં.
છેલ્લા બે ત્રણ દિવસથી રાજકોટના પોલીસ મથકોમાં લગ્નની મંજૂરી માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. કયાંક કયાંક સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થાય તેવી શકયતાઓ પણ જણાતી હતી. ત્યારે આજે રાજકોટ પોલીસે જાહેરાત કરી છે કે હવે દિવસ દરમ્યાન યોજાતા લગ્ન પ્રસંગ માટે મંજૂરી લેવાની જરૂર પડશે નહીં. એટલે કે જે પરિવારમાં લગ્ન પ્રસંગ હોય તેઓએ પોલીસ મથકે પરમીશન માટે જવું પડશે નહીં પરંતુ એ વાતનું ખાસ ધ્યાન આપવાનું રહેશે કે લગ્ન સ્થળની ક્ષમતાના પ0 ટકા અને વધુમાં વધુ 100 વ્યકિતઓની હાજરી લગ્ન દરમ્યાન હોવી જોઇએ નહીં.

નિર્ણય અંગે કરતા રાજકોટના ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધીમાં રાજકોટના જુદા જુદા પોલીસ મથકોમાં લગ્નની મંજૂરી બાબતે 2200 જેટલી અરજીઓ આવી છે. જેને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે જે કોઈ પરિવારમાં લગ્નપ્રસંગ છે તેમણે પોલીસ મથકે મંજૂરી મેળવવાની જરૂર રહેશે નહીં.

આ નિર્ણય બાદ રાજકોટ પોલીસ લગ્ન પ્રસંગના સ્થળે ચેકીંગ વધારી દેશે અને શહેરમાં રહેલા તમામ કેટરર્સ અને રસોઇયાની પુછપરછ કરશે આ રીતે લગ્ન પ્રસંગ દરમ્યાન લોકોની સંખ્યાની જાણકારી મેળવશે તેમ જણાય રહ્યું છે.


Related News

Loading...
Advertisement