પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના પુત્રનો કોરોના રીપોર્ટ પોઝીટીવ

26 November 2020 08:32 PM
Surat Gujarat
  • પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના પુત્રનો કોરોના રીપોર્ટ પોઝીટીવ

જીજ્ઞેશ પાટીલ કોરોના સંક્રમિત થતા હોમ કોરોન્ટાઇન થયા

સુરત:
ગુજરાતમાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. સામાન્ય માણસો સાથે રાજકીય આગેવાનો અને તેમના પરિવારના સભ્યો પણ સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે જ હાલમાં જ મળેલી જાણકારી મુજબ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલના પુત્ર જીજ્ઞેશ પાટીલ પણ કોરોના સંક્રમિત થયા છે. તેમનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ હોમ કોરોન્ટાઇન થયા છે. હોમ કોરોન્ટાઇનની વ્યવસ્થા સાથે જ તેઓ સારવાર લેશે.

જીજ્ઞેશનો કોરોના રીપોર્ટ બે દિવસ પહેલા પોઝીટીવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા, અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સ્વસ્થ થયા હતા.


Related News

Loading...
Advertisement