રાજકોટઃ
ગુજરાતમાં કોરોના કહેર યથાવત છે. દિવાળી બાદ એકાએક વધતા કેસોથી ફફડાટ ફેલાયો છે. કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. મોતની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે 1500થી વધુ કેસ સપાટી પર આવ્યા છે, અનેક તકેદારીના પગલાં લેવાયા હોવા છતાં સંક્રમણ વધતું ગયું છે. જેને લઈ સરકાર ચિંતિત થઈ છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 1560 કેસો નોંધાયા છે, અને 16 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે 1302 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 92 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 14439 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 3922 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 203509 પર પહોંચ્યો છે.
જિલ્લા વાઇઝ નોંધાયેલા કેસો
અમદાવાદ 361,
સુરત 289,
વડોદરા 180,
રાજકોટ 138,
ગાંધીનગર 70,
પાટણ 64,
જામનગર 45,
બનાસકાંઠા 41,
મહેસાણા 40,
પંચમહાલ 29,
આણંદ 28,
ખેડા 28,
મહિસાગર 26,
જૂનાગઢ 24,
દાહોદ 23,
ભરૂચ 21,
કચ્છ 21,
અમરેલી 20,
મોરબી 20,
સાબરકાંઠા 20,
સુરેન્દ્રનગર 17,
નર્મદા 10,
ભાવનગર 8,
ગીર સોમનાથ 7,
અરવલ્લી 6,
નવસારી 6,
છોટા ઉદેપુર 5,
દેવભૂમિ દ્વારકા 5,
તાપી 5,
બોટાદ 1,
પોરબંદર 1,
વલસાડ 1.