ત્રીજી મહિલા કરોડપતિ

26 November 2020 05:41 PM
Entertainment Top News
  • ત્રીજી મહિલા કરોડપતિ

1962ના જંગનો આપ્યો સાચો જવાબ

મુંબઇ, તા. ર6
કેબીસીની 1રમી સિઝનમાં ત્રીજી મહિલાએ કરોડપતિ બનીને ઇતિહાસ રચી દીધો છે. નાઝીયા નસીમ અને મોહિતા શર્મા બાદ હવે ગઇકાલે અનુપા દાસે એક કરોડની રકમ 1પ સાચા જવાબ આપીને જીતી લીધી છે. ખુબ વિચાર સાથે આ શોમાં ભાગ લીધા બાદ તેઓ ધનરાશી માતાની સારવાર પર ખર્ચ કરવા માંગતા હોવાનું કહે છે. 18 નવેમ્બર 196રમાં લદ્દાખના રેજાંગ-લા ખાતે બહાદુરી માટે કોને પરમવીર ચક્ર આપવામાં આવ્યો તે પ્રશ્ર્નમાં ફીફટી- ફીફટી લાઇફલાઇનનો ઉપયોગ કર્યો હતો અને મેજર શેતાનસિંહનું નામ આપ્યું હતું. અમિતાભ બચ્ચને બે ઘડી સસ્પેન્ડ રાખ્યા બાદ એક કરોડ જીતી ગયાની ખુશી આપી હતી. તેમના અંદાજથી અમિતાભ બચ્ચન પ્રભાવિત થયા હતા અને પ્રશંસા પણ કરી હતી. તેઓ લાઇફલાઇન વગર પણ કરોડપતિ બની શકત તેવું બચ્ચને કહ્યું હતું.


Related News

Loading...
Advertisement