ન્યુઝીલેન્ડ પહોંચેલી પાક. ટીમના 6 સભ્યો કોરોનાની ઝપટમાં

26 November 2020 04:26 PM
Sports
  • ન્યુઝીલેન્ડ પહોંચેલી પાક. ટીમના 6 સભ્યો કોરોનાની ઝપટમાં

નવી દિલ્હી તા.26
ન્યુઝીલેન્ડ પહોંચેલી પાકિસ્તાની ટીમના 6 સભ્યોને કોરોના પોઝીટીવ આવ્યો છે.પાકિસ્તાનની ટીમ ટી20 અને ટેસ્ટ સીરીઝ માટે ન્યુઝીલેન્ડ ગઈ છે. પાકિસ્તાની ટીમે ત્યાં પ્રોટોકોલ મુજબ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તે દરમિયાન પાકિસ્તાની ટીમના 6 સભ્યો કોરોના વાયરસથી સંક્રમીત બહાર આવ્યા હતા.આ જાણકારી ખુદ ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આપી હતી. પાક. ટીમના 6 સભ્યાને કોરોના પોઝીયીવ આવતા તમને આઈસોલેશનમાં રાખવામાં આવશે. પાક. માટે આ નિરાશાજનક બાબત છે કે મોટી સંખ્યામાં તેના સભ્યો સંક્રમીત થયા છે.


Related News

Loading...
Advertisement