બેંક, LIC, પોસ્ટ કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાલ : કરોડોનું કલીયરીંગ ઠપ્પ થયું

26 November 2020 12:25 PM
Rajkot Saurashtra
  • બેંક, LIC, પોસ્ટ કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાલ : કરોડોનું કલીયરીંગ ઠપ્પ થયું

કેન્દ્ર સરકારની કામદાર વિરોધી અને ખાનગીકરણની નિતી સામે લડતનો બુંગીયો : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના પ000 કર્મચારીઓ જોડાયા : 700 જેટલી બેન્કીંગ શાખાઓ બંધ : ગ્રાહકોમાં દેકારો

રાજકોટ તા. ર6 : કેન્દ્ર સરકારની કામદાર વિરોધી અને ખાનગીકરણની નિતીના વિરોધમાં કામદાર સંગઠ્ઠનોએ બાંયો ચડાવી આજે આપેલા રાષ્ટ્રવ્યાપી હડતાલના એલાનમાં જાહેરક્ષેત્રની મોટાભાગની બેંકોના કર્મચારીઓ જોડાતા કરોડોનું કલીયરીંગ ઠપ્પ બની જવા પામેલ છે.


આ બેંક હડતાલમાં સૌરાષ્ટ્ર-કચ્છના પ000 કર્મચારીઓ જોડાતા રાજકોટની 13ર સહિત 700 જેટલી બેંક શાખાઓ બંધ રહેવા પામી છે. જેના પગલે ગ્રાહકોમાં દેકારો બોલી જવા પામેલ છે.
બેંક કર્મચારીઓની સાથે એલઆઇસી, પોસ્ટ, બીએસએનએલ સહિતના જાહેરક્ષેત્રના કર્મચારીઓ પણ આ રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાય કેન્દ્ર સરકારી નિતી રીતી સામે વિરોધ પ્રદર્શીત કરેલ છે. જેમાં એલઆઇસીની સૌરાષ્ટ્ર-કચ્છના ર7પ સહિત દેશભરમાં વર્ગ-3ના 40,000 કર્મચારીઓ ફરજથી અળગા રહયા છે.


જો કે સ્ટેટ બેંક, ઇન્ડીયન ઓવરસીઝ ઉપરાંત સહકારી અને ખાનગી બેંકોના કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા નથી. કેન્દ્ર સરકારની કામદાર-કર્મચારી અને ખેડૂત વિરોધી નિતી સામે વિવિધ કામદાર સંગઠ્ઠનોએ મેદાનમાં આવી આ લડતનો બુંગીયો ફૂંકયો છે.

મજુર કાયદામાં કરાયેલા સુધારા સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે. તેમજ રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણની હિલચાલ પર રોક લગાવવા ઉપરાંત બેંકોમાં સ્ટાફની ભરતી કરવા નવી પેન્શન યોજના રદ કરી જુની પેન્શન યોજના લાગુ કરવા સહિતની માંગ ઉઠાવવામાં આવી છે.


ભાવનગર
કામદારોની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં ભાવનગરના બેંક કર્મચારીઓ જોડાયા છે. તેમના દ્વારા પાનવાડી ખાતે 11 કલાકે દેખાવો યોજાયા હતા. સૌરાષ્ટ્ર-કચ્છના પ000 જેટલા કર્મચારીઓ હડતાલમાં ભાવનગર પણ જોડાયુ હતુ. જેથી બેન્કિંગની કામગીરીને અસર થઇ હતી. સરકારી કામદાર વિરોધી નીતી તેમજ નિર્ણયોના વિરોધમાં રાષ્ટ્રીય ટ્રેડ યુનીયન સહીતના યુનીયનો દ્વારા ર6મીએ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યુ હતુ. જેમાં ભાવનગર જિલ્લો પણ જોડાયો છે. એ જ રીતે ભાવનગર જિલ્લામાં આજે ગામડાઓના ડાક સેવકોની હડતાલ યોજાઇ છે.


અમરેલી
કેન્દ્ર સરકારની કામદાર-કર્મચારી-ખેડૂત અને જન સામાન્ય નીતીના વિરોધમાં મજુરો-ખેડુતો આંદોલનના માર્ગ અપનાવી રહયા છે.મજુર સંગઠનોની 7 માંગણીઓ ઉપરાંત બેંક કર્મચારીઓની માંગ છે કે બેંકોનું ખાનગીકરણની વિચારણા બંધ કરવી, બેંકોની શાખાઓ વધારવી, જાણી જોઇને લોન પરત નહી કરનાર સામે કડક પગલા ભરવા અને બિન ઉત્પાદકોની અકસ્યામતોની કડક વસુલી કરવી, સહકારી અને ગ્રામીણ બેંકોને સધ્ધર બનાવવી. બેંકોમાં અત્યારે પુરા પ્રમાણમાં ભરતી કરવામાં આવતી નથી જેને કારણે બેંકોની ગ્રાહક સેવામાં તકલીફ પડે છે.


નાના થાપણદારોને વ્યાજમાં વધારો કરવો અને નવી પેન્શન યોજના નાબુદ કરવી અને જુની પેનશન યોજના અમલમાં મુકવા માંગ ઉઠી છે. જેને લઇને અમરેલી સહીત સૌરાષ્ટ્રના બેંકોના કર્મચારીઓએ આજે એક દિવસની હડતાલ પાડી છે.


Related News

Loading...
Advertisement