સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ ગુલાબી ઠંડીનો અનુભવ

26 November 2020 12:02 PM
kutch Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ ગુલાબી ઠંડીનો અનુભવ

રાજકોટમાં શીતલહેર વચ્ચે 14.4 ડીગ્રી લઘુતમ તાપમાનથી તીવ્ર ઠંડીનો અનુભવ: નલીયા, વલસાડ, ડીસામાં પણ શીતલહેરો છવાઈ

રાજકોટ તા.26
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ સવારમાં ગુલાબી ઠંડીનો માહોલ છવાયેલો રહ્યો હતો. મોટાભાગના સ્થળોએ 14 ડીગ્રીથી ઉપર લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. ખાસ કરીને રાજકોટ શહેરમાં સવારે પવનના કારણે ઠંડીનું પ્રમાણ વધુ અનુભવાયુ હતું. નગરજનોએ આજ સવારે શીત લહેરનો અનુભવ કર્યો હતો.
દરમ્યાન હવામાન કચેરીના જણાવ્યા મુજબ રાજયમાં આજે સવારે સૌથી વધુ ઠંડી રાજકોટ ખાતે નોંધાઈ હતી. રાજકોટમાં આજે સવારે લઘુતમ તાપમાન 14.4 ડીગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત કચ્છના નલીયા ખાતે પણ આજે સવારે લઘુતમ તાપમાન 14.6 ડીગ્રી નોંધાતા નલીયાવાસીઓએ તિવ્ર ઠંડીનો અહેસાસ કર્યો હતો. જયારે આજરોજ સવારે અમદાવાદ, ડીસા, વડોદરા, સુરત વગેરે સ્થળોએ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. અમદાવાદમાં આજે સવારે લઘુતમ તાપમાન 18 ડીગ્રી નોંધાયુ હતું તેમજ ડીસામાં 16.2 ડીગ્રી, વડોદરામાં 19.4 ડીગ્રી, સુરતમાં 20 ડીગ્રી, કેશોદમાં 16.4 ડીગ્રી, ભાવનગરમાં 18 ડીગ્રી, પોરબંદરમાં 17.6 ડીગ્રી, વેરાવળમાં 19.4 ડીગ્રી દ્વારકામાં 24.2 ડીગ્રી, ઓખામાં 20.5 ડીગ્રી, ભુજમાં 16.2 ડીગ્રી અને સુરેન્દ્રનગરમાં 16.8 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
આ ઉપરાંત ન્યુ કંડલા ખાતે આજે સવારે 17.1 ડીગ્રી, કંડલા એરપોર્ટ પર 16.6 ડીગ્રી, અમરેલીમાં 16.1 ડીગ્રી, ગાંધીનગરમાં 17 ડીગ્રી, મહુવામાં 18.7 ડીગ્રી, દીવમાં 19 ડીગ્રી, વલસાડમાં 14.5 ડીગ્રી અને વલ્લભવિદ્યાનગરમાં 18.3 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.


Related News

Loading...
Advertisement