‘હેન્ડ ઓફ ગોડ’ મારાડોના છેલ્લા દિવસોમાં ખૂબ દુ:ખી થયા, ભોજન પણ છોડી દીધુ હતું

26 November 2020 11:47 AM
Sports World
  • ‘હેન્ડ ઓફ ગોડ’ મારાડોના છેલ્લા દિવસોમાં ખૂબ દુ:ખી થયા, ભોજન પણ છોડી દીધુ હતું

આર્જેન્ટીનાને પ્રથમ વિશ્ર્વ કપ જીતાડી પૂરી દુનિયાને ધ્રુજાવી હતી... : મહાન ફૂટબોલરની વિદાયથી ફૂટબોલ જગત દુ:ખી : વડાપ્રધાન મોદીની પણ શ્રઘ્ધાંજલી

લંડન તા.26
આર્જેન્ટીનાના મહાન ફૂટબોલ ખેલાડી ડિએગો મેરેડોનાનાનું ગઇકાલે 60 વર્ષની વયે નિધન થયું હતું. આર્જેન્ટિનાની ટીમને વર્લ્ડકપ જીતાડનાર ખેલાડીને તાજેતરમાં જ બ્રેઇન સર્જરીને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમજ 11 નવેમ્બરે રજા પણ આપવામાં આવી હતી. આર્જેન્ટીના ફૂટબોલ એસોસીએશન દ્વારા એમના મૃત્યુ પર શોક પ્રગટ કરતા કહ્યું હતું કે તમે કાયમ અમારા હૃદયમાં રહેશો. મેરેડોનાને કારણે આર્જેન્ટીનાએ 1986માં વર્લ્ડકપ જીત્યુ હતું. મેરેડોના સ્પેનની બાર્સેલોનો તેમજ ઇટલીની નેપાલી કલબ તરફથી પણ રમ્યો હતો. તેમજ એકથી વધુ ટાઇટલ જીતાડવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મહાન ફૂટબોલ ખેલાડીને શ્રઘ્ધાંજલી અર્પી છે.
ફૂટબોલના મહાન ખેલાડીને પોતાના ઘરે જ હાર્ટ એટેક આવ્યો હતો. મારાડોનાની ગણતરી સર્વકાલિન મહાન ફૂટબોલરમાં થાય છે. તેમનું કરિયર પણ શાનદાર રહ્યું હતું. મારાડોનાએ બોકા જૂનિયર્સ, નેપોલી અને બાર્સેલોના ઉપરાંત અન્ય ક્લબ તરફથી પણ રમ્યાં છે. મારાડોનાને ઈંગ્લેડ વિરુદ્ધ 1986ની ટૂર્નામેન્ટમાં ’હેન્ડ ઓફ ગોડ’ માટે પણ યાદ કરવામાં આવે છે.
મારાડોનાને ડિપ્રેશનના કારણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. હૃદયની બીમારીના કારણે તેમને 2004માં પણ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ઉપરાંત 2019માં પણ તેમના ઘૂંટણનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના એક કર્મચારીએ તે સમયે એવું જણાવ્યુ હતું કે તેઓ એક અઠવાડિયાથી દુ:ખી હતાં અને ભોજન પણ છોડી દીધું હતું.
વિવાદો
ડ્રગસ અને દારૂના વ્યસનને કારણે તે ઘણી વખત વિવાદોમાં પણ રહ્યા છે. આર્જેન્ટીના ફૂટબોલ એસોસીએશને શોક વ્યકત કરતા કહ્યું કે અમારા લીજેન્ડનાં અવસાનથી અમે શોક ડુબી ગયા છીએ તમે હંમેશા અમારા દીલમાં રહેશો. આર્જેન્ટીના તરફથી રમતા મેરાડોનાએ 91 મેચોમાંઢ 34 ગોલ કર્યા હતા. મેરેડોના આર્જેન્ટીના તરફથી ચાર વર્લ્ડ કપ રમી ચૂકયા છે.


Related News

Loading...
Advertisement