સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કેસમાં ઉતાર-ચઢાવ : વધુ 326 પોઝીટીવ કેસ : 4નાં મોત

26 November 2020 11:46 AM
kutch Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કેસમાં ઉતાર-ચઢાવ : વધુ 326 પોઝીટીવ કેસ : 4નાં મોત

127 પોઝીટીવ કેસ સાથે હજુ રાજકોટ જિલ્લો મોખરે : જામનગર-44, ભાવનગર 19, જૂનાગઢ 20, અમરેલી 26, મોરબી 24, સુરેન્દ્રનગર 20, ગીર સોમનાથ 9, બોટાદ 8, દ્વારકા 6, પોરબંદર 4, કચ્છ 19 કેસ : 245 દર્દીઓ ડિસ્ચાર્જ

રાજકોટ તા.26
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ કોરોના સંક્રમણના વધારા સાથે પોઝીટીવ આંકનાં રોજીંદા કેસોમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે. ગઇકાલે 250ને પાર ગયેલા પોઝીટીવ કેસોમાં વધારા સાથે 326 પર પહોંચ્યો છે. જેની સામે 245 દર્દીઓ સ્વસ્થ થયા છે. 4 દર્દીઓએ સારવાર દરમિયાન દમ તોડયો હતો.છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં નોંધાયેલા પોઝીટીવ કેસોની વિગતો જોતા રાજકોટ 58, ગ્રામ્ય 69 શહેર કુલ 127, જામનગર શહેર 29, 15 ગ્રામ્ય કુલ 44, ભાવનગર શહેર 16, ગ્રામ્ય 3- કુલ 19, જૂનાગઢ શહેર 12, ગ્રામ્ય 8 કુલ 20, અમરેલી 26, મોરબી 24, સુરેન્દ્રનગર 20, ગીર સોમનાથ 9, બોટાદ 8, દ્વારકા 6, પોરબંદર 4 અને કચ્છ 19 સહિત 326 કેસ નોંધાયા છે.દર્દીઓ સ્વસ્થ થયાની આંકડાકીય વિગતોમાં રાજકોટ 117, જામનગર 33, ભાવનગર 16, જુનાગઢ 10, અમરેલી 15, મોરબી 13, સુરેન્દ્રનગર 20, ગીર સોમનાથ પ, બોટાદ 1, પોરબંદર 3 અને કચ્છ 12 સહિત 245 દર્દીઓને કોવિડ હોસ્પિટલોમાં રજા મળી છે. રાજકોટ-2, જામનગર-1, પોરબંદર-1 દર્દીનું મોત નોંધાયા છે. રાજયમાં કુલ 1540 પોઝીટીવ કેસ નોંધાયા છે. સાથે 1283 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજયમાં સાજા થવાનો દર 90.99 ટકા નોંધાયો છે.


રાજકોટ
રાજકોટ જિલ્લામાં રાત્રી કર્ફયુનો અમલ હોવા છતાં કોરોના કેસો પર કોઇ અસર થવા પામી નથી. કોરોના સંક્રમણ હજુ પણ યથાવત રહ્યું છે. સૌરાષ્ટ્ર હજુ પણ કોરોના પોઝીટીવ કેસમાં રાજકોટ જિલ્લો મોખરે રહ્યો છે. વધુ નવા 127 પોઝીટીવ કેસ નોંધાયા છે.છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં 69 શહેર અને 58 ગ્રામ્ય મળી 127 પોઝીટીવ કેસ સામે કોવિડ હોસ્પિટલોમાં સારવાર લેતા 83 શહેર અને 34 ગ્રામ્ય સહિત 117 દર્દીઓને રજા આપવામાં આવી છે. જિલ્લામાં 674 શહેર અને 337 ગ્રામ્ય સહિત 1011 દર્દીઓ સારવાર હેઠળ છે. કુલ 10446 શહેર, 5055 ગ્રામ્ય સહિત 15501 કેસો અત્યાર સુધીમાં નોંધાયા છે. 2.51 ટકા શહેર અને 3.3 ટકા ગ્રામ્ય પોઝીટીવ રેઇટ સાથે રીકવરી રેઇટ 91.70 ટકા નોંધાયો છે. વધુ 2 દર્દીના મોત નોંધાયા છે.


દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તથા કલ્યાણપુરમાં બે- બે તથા ખંભાળિયા અને દ્વારકામાં એક-એક મળી કુલ છ નવા પોઝિટિવ દર્દીઓ બુધવારે નોંધાયા છે. જ્યારે ડિસ્ચાર્જ એક પણ દર્દી ન થતાં જિલ્લામાં કુલ એક્ટિવ કેસનો આંકડો 52 સુધી થયો છે.


ભાવનગર
ભાવનગર જિલ્લામા વધુ 19 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 5,119 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 14 પુરૂષ અને 2 સ્ત્રી મળી કુલ 16 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં મહુવા તાલુકાના તરેડ ગામ ખાતે 1, ઉમરાળા તાલુકાના હડમતીયા ગામ ખાતે 1 તેમજ તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે 1 કેસ મળી કુલ 3 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના 14 તેમજ તાલુકાઓના 1 એમ કુલ 15 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેનેસૌરાષ્ટ્ર-કચ્છહોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામા નોંધાયેલા 5,119 કેસ પૈકી હાલ 59 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 4,984 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.


મોરબી
મોરબી શહેર-ગ્રામ્ય તાલુકામાં 17, વાંકાનેર પ, હળવદ માળીયા 1-1 સહિત વધુ નવા 24 કેસ નોંધાયા છે. 13 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. 163 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લાનો કુલ આંક 2587 પર પહોંચ્યો છે.


જુનાગઢ
જૂનાગઢ જિલ્લામાં વધુ 20 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં 12 શહેર, 4 કેશોદ, 3 માણાવદર, 1 મેંદરડા મળી વધુ નવા 20 કેસ નોંધાયા છે. 10 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.


સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડીમાં બેંકના પાંચ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા છે. જિલ્લામાં વધુ નવા 20 પોઝીટીવ કેસ સામે 20 દર્દીઓ સ્વસ્થ થયા છે. 


Related News

Loading...
Advertisement