ઓસ્કરમાં જલ્લીકટ્ટુ

26 November 2020 11:06 AM
Entertainment
  • ઓસ્કરમાં જલ્લીકટ્ટુ

મુંબઈ તા.26
મલયાલમ ફિલ્મ જલ્લીકટ્ટુ ને 2021માં થનારા 93માં એકેડેમી એવોર્ડસ માટે મોકલવા માટે સિલેકટ કરવામાં આવી છે.ઓસ્કરની બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મની કેટેગરી માટે ઈન્ડિયા તરફથી આ ફિલ્મ મોકલવામાં આવશે. 2019માં એકશન ડ્રામાને લિજો જોસ પેલિસેરીએ ડિરેકટ કરી હતી. આ ફિલ્મની સ્ટોરી એક પાડાની આસપાસ ફરે છે જે એક કતલખાનામાંથી ભાગી જાય છે. એને પકડવા માયે કેવી રીતે કેરળનું એક નાનકડું ગામ એની પાછળ પડે છે એના પર આ સ્ટોરી છે.એક મૂંગું પ્રાણી દોડીને કેવી ઉથલપાથલ મચાવે છે અને એને કારણે માનવીના વિવિધ રંગ જોવા મળે છે. આ ફિલ્મનું પ્રીમીયર ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં અને બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એને થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને હવે ઈન્ડિયા તરફથી ઓસ્કરની રેસમાં મોકલવામાં આવશે.


Related News

Loading...
Advertisement