મુંબઇ તા. ર6 : ઇમ્ફાલનો હૃષીકેશ અંગોમ હૃતિક રોશનનો જબરદસ્ત ફેન છે. તેણે તેના નવા જન્મેલા બાળકનું નામ તેના પ્રિય અભિનેતાના નામ પરથી રાખ્યું છે. પોતાના ટિવટર અકાઉન્ટ પર કોલાજ પિકચરમાં એક તરફ અભિનેતા અને બીજી તરફ તેના નવજાત બાળકની આંગળીઓના ફોટો શેર કર્યો છે. ર3 નવેમ્બરે હૃષીકેશના ઘરે પુત્રનો જન્મ થયો હતો. તેણે પોતાના દીકરાનું નામ તેના પ્રિય અભિનેતાના નામ પર રાખવાનો નિર્ણય કર્યો હતો. જોગાનુજોગ તેનો પુત્ર એક હાથમાં છ આંગળીઓ સાથે જનમ્યો છે જેમાં હૃતિકની જેમ જ એક હાથમાં બે અંગુઠા છે.હૃતિક રોશનની ડેબ્યુ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ ફ્લ્મિથી તેના ફેન બની ચુકેલા હૃષીકેશે તેના નામના સ્પેલિંગમાં પણ એચ લેટર એડ કર્યો છે.