મુંબઈ તા.26
સોશ્યલ મીડિયા એનેલિટિકસ ફર્મના રિસર્ચ પ્રમાણે ઓકટોબરમાં સૌથી વધુ જેના નામને સર્ચ કરવામાં આવે છે એમાં ચોથા નંબરે સોનુ સુદ આવ્યો છે. પહેલા સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજા સ્થાને રાહુલ ગાંધી, ત્રીજા ક્રમાંકે વિરાટકોહલી છે અને ચોથા નંબરે સોનુ સુદ છે. આ રિસર્ચ ટવીટ કર્યુ છે. સોનુ સુદે ચોથો ક્રમાંક મેળવીને શાહરુખ ખાન અને અક્ષયકુમારને પાછળ છોડી દીધા છે. આ વાતની જાણ થતાં સોનુ સુદે કહ્યું હતું કે ‘હું આ વાતથી અજાણ હતો. સરસ. હું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ જરૂરતમંદ લોકોને મદદ મળે એ માટે કરું છું. આ રીતે જ આ માધ્યમનો ઉપયોગ થવો જોઈએ. ન કે નવાં શૂઝ અને શર્ટને પોસ્ટ કરવા માટે. ટેકનોલોજીનો ઉપયોગ સામાન્ય માણસો અને સેલીબ્રીટીઝ વચ્ચેના સેતુને બાંધવા માટે થવો જોઈએ. મને એ વાતની ખુશી છે કે હું આ કામ કરી રહ્યોછું. હું ઘણાં વર્ષો પહેલાં ટિવટર પર આવ્યો છું. એ વખતે હું જાણતો નહોતો કે હું ટિવટર પર શું કામ આવ્યો હતો. જો કે આજે હવે મને જવાબ મળ્યો છે.’