ગોંડલ સંપ્રદાયનાં સપ્તમ આચાર્ય ભગવંત પૂ. પુરૂષોતમજી મ.સા.ની તા.ર ડિસેમ્બરે 60મી પુણ્યતિથિ

25 November 2020 07:16 PM
Rajkot Dharmik
  • ગોંડલ સંપ્રદાયનાં સપ્તમ આચાર્ય ભગવંત પૂ. પુરૂષોતમજી મ.સા.ની તા.ર ડિસેમ્બરે 60મી પુણ્યતિથિ

આચાર્ય ભગવંત કહેતા કે, જિન શાસન માર્કેટ નથી ઝવેરીની પેઢી સમાન છે

રાજકોટ, તા. રપ
ગૌરવશાળી ગોંડલ સંપ્રદાયના સપ્તમ આચાર્ય ભગવંત સ્વ.પૂજ્ય પુરુષોત્તમજી મ.સા.નો જન્મ લીંબડી પાસેના બલદાણાની ધન્ય ધરા ઉપર થયેલ.સંવત્સરીનો પાવન દિવસ એટલે કે ભાદરવા સુદ,પાંચમ વિ.સં.1943ના દિને રત્નકુક્ષિણી માતુશ્રી હીરુબાઈ અને પ્રેમાળ પિતા રૂપશીભાઈ નામના કૃષિકાર એવા લેઉવા પટેલ પરિવારને આંગણે તેઓએ આ પૃથ્વી ઉપર અવતરણ કરેલ.
પાવન ભૂમિ ગોંડલમાં જૈન ધર્મબંધુ ધ્રુવ સાહેબ તેમજ જૈન પાઠશાળાના શિક્ષકના પરિચયથી જૈન દર્શનને જાણવાની તીવ્ર જિજ્ઞાસા જાગી. જૈન ભાગવતી દીક્ષા મહોત્સવ હોય ત્યારે તેઓ અચૂક ઉપસ્થિત રહી એક - એક વિધી નિહાળતા.એક વખત સંયમ મહોત્સવમાં શબ્દો સાંભળ્યા કે જૈન ધર્મ તો પાળે તેનો ધમે છે...
આ મહાવીરનું શાસન છે,જયાં સૌના સરીખા આસન છે.આવા શબ્દોનું શ્રવણ કરી તેમજ સાધુની દિન ચયો નિહાળી તેઓનું ચિત્ત ચિંતને ચડ્યુ કે શું હું પણ સાધુ ન બની શકું ?
તેઓએ ગોં.સં.ના પૂ.જાદવજી મ.સા.ને પોતાના અંતરના ભાવો જણાવ્યા.જૈન શાળાના શિક્ષક પાસે જ્ઞાનાભ્યાસના મંડાણ કયો.શૈક્ષણિક ભણતર ઓછું હતું, પરંતુ ગણતર જબરદસ્ત હતું,જેથી ગુણોનું ચણતર અલ્પ સમયમાં અકલ્પનિય થયું.જૈનાગમ આવશ્યક સૂત્ર સહિત તત્વના ગહન રહસ્યો કંઠસ્થ કરી હ્રદયમાં ઉતારી લીધા. મનોમન સંકલ્પ કર્યો કે બસ,હવે તો જૈન સાધુ બન્યે જ છૂટકો. તેઓએ પૂ.જાદવજી મ.સા.પાસે સંયમ અંગીકાર કરવાની ભાવના વ્યક્ત કરી.પૂ.જાદવજી મ.સાહેબે કહ્યું કે તમો ભલે જ્ઞાતિએ લેઉવા પટેલ છો,પરંતુ તમો મોક્ષ લેવા જ અને પુરુષોત્તમ બનવા જ જન્મ ધારણ કર્યો છે.તમો કૃષિકારમાંથી શ્રેષ્ઠ ઋષિમુનિ બની સ્વ-પરના કલ્યાણમાં નિમિત્ત બનશો.વિ.સં.1958 અખાત્રીજના પવિત્ર દિવસે પૂ.જાદવજી મ.સા.પાસે કરેમિ ભંતેનો પાઠ ભણી સંયમ પંથે પગરણ માંડ્યા. તેઓનો વિનય અજબગજબનો હતો.
કોઈ તેઓને સૌરાષ્ટ્રના સિધ્ધાંત સાગર કહેતા તો કોઈ અજોડ બહુસૂત્રી કહેતાં. તેઓ દરેકને અભેદ ભાવે અથાક્ શ્રમ લઈ જ્ઞાન પીરસતા.સૌરાષ્ટ્ર કેસરી પૂ.પ્રાણલાલજી મ.સા.કે અન્ય સંતો સાથે જયારે પણ મીલન થતું ત્યારે શાસ્ત્રોની ગહન તત્વ ચચો કરે.બોટાદ સં.ના પૂ.ગુરુદેવ શ્રી શિવલાલજી મ.સા.,પંડિત રત્ન પૂ.શ્રી નવીનચંદ્રજી મ.સા.વગેરે સંતો મળે ત્યારે તેઓ પૂ.પુરુષોત્તમજી મ.સા.સાથે આગમના ગૂઢ રહસ્યોની તત્વસભર સ્વાધ્યાય કરતાં.લીંબડી અજરામર સં.ના કવિવર્ય પૂ.નાનચંદજી મ.સા.પૂ.પુરુષોત્તમજી મ.સા.ને સૌરાષ્ટ્રના જૈન સાધુઓના વડા તરીકે સંબોધતા.
વિ.સં.2007 માં પુણ્ય ભૂમિ ગોંડલ ખાતે સાધુ સંમેલન યોજાયુ.ચતુર્વિધ સંઘે પૂ.પુરુષોત્તમજી મ.સા.ને આચાર્ય પદે વિભૂષિત કર્યા.પૂજ્ય શ્રીએ કહ્યું કે જેમ જવાબદારી વધારે તેમ આત્મ જાગૃતિ જોરદાર હોવી જોઈએ.
આચાર્ય ભગવંત ગોંડલ સંપ્રદાયને તથા જિન શાસનના ઉત્કષે કાજે માર્ગદર્શન આપતા. કોઈ શ્રાવક ભાવાવેશમાં આવી કહે કે ગુરુદેવ ! દ્રવ્ય,ક્ષેત્ર,કાળ,ભાવ પ્રમાણે થોડી છૂટછાટ લેવામાં આવે તો લોકો વધારે લાભ લેશે.આચાર્ય ભગવંત આવું સાંભળીને તરત જ કહે કે... જિન શાસન ઝવેરીના શોરૂમ જેવું છે,અલ્પ ગ્રાહક આવે ને તો પણ ઝવેરી ન્યાલ થઈ જાય.જિન શાસન એ કાંઈ શાક માર્કેટ નથી,હીરાના ગોદામ ન હોય.આવા હ્રદય ઉદ્દગારો સાંભળી સૌના મુખમાંથી શબ્દો સરી પડતાં કે આચાર્ય ભગવંત પૂ.પુરુષોત્તમજી મ.સાહેબ જિન શાસનનું ગૌરવ છે.


Related News

Loading...
Advertisement