અજય દેવગને હૈદ્રાબાદમાં બે ફિલ્મોનું કામ હાથ ધર્યું

25 November 2020 06:22 PM
Entertainment
  • અજય દેવગને હૈદ્રાબાદમાં બે ફિલ્મોનું કામ હાથ ધર્યું

‘ભુજ: ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયા’નું ગત સપ્તાહે કામ શરૂ કર્યું, 11મી ડિસેમ્બરે ‘મેડે’નું કામ હાથ ધરશે

મુંબઈ: છેલ્લા આઠ મહિનાથી અજય દેવગન સિંગાપોર સ્થિત નિવાસે રહેતો પત્ની અને પુત્ર યુગ અને પુત્રીની સંભાળ રાખી રહ્યો છે, હવે તેમાંથી પરવારીને અભિનેતાએ હૈદ્રાબાદ ખાતે પોતાની ફિલ્મોનું કામ હાથ ધર્યું છે. આ સમય દરમિયાન અજયે અન્ય પ્રોડકશનોની સ્ક્રીપ્ટનો અભ્યાસ કર્યો હતો. ગત સપ્તાહે તેણે હૈદ્રાબાદ ખાતે રામોજી ફિલ્મસીટીમાં ‘ભુજ: ધી પ્રાઈડ ઓફ ઈન્ડીયા’નું કામ હાથ ધર્યું હતું. દેશભક્તિના વિષય પરની આ ફિલ્મ પર તે કેટલાક દિવસ કામ કરશે.
11 ડિસેમ્બરથી અજય તેના નિર્દેશનમાં બનનારી ફિલ્મ ‘મેડે’નું કામ હાથ પર લેશે. આ ફિલ્મમાં તે આઠ વર્ષના ગાળા બાદ અમિતાભ બચ્ચન સાથે કામ કરશે. આ ફિલ્મમાં ‘દે દે પ્યાર દે’ ની તેની કો-સ્ટાર રકુલ પ્રીતસિંઘ પણ કામ કરે છે. તેઓ બન્ને જાન્યુઆરીના અંત સુધી સતત શુટીંગ કરશે. હાલ કોરોનાની સ્થિતિમાં હૈદ્રાબાદમાં આ શુટીંગ બાયો બબલમાં થશે.
હૈદ્રાબાદના શિડયુલ બાદ જાન્યુઆરીથી મુંબઈમાં શુટીંગ થશે. જેમાં અમિતાભ બચ્ચન ભાગ લેશે.
‘મેડે’ બાદ અજય ફૂટબોલ ખેલાડી સૈયદ અબ્દુલ રહીમની બાયોપીક ‘મેદાન’ પર કામ હાથ ધરશે. જો કે આ ફિલ્મનું મોટાભાગનું શુટીંગ પુરું થઈ ગયું છે, પણ ફૂટબોલના કેટલાક સીનના શુટીંગ બાકી છે, જેનું મુંબઈમાં ફૂટબોલના સ્ટેડીયમમાં શુટીંગ થશે. આ ફિલ્મનો કેટલાક વિશ્ર્વના ફૂટબોલ ખેલાડીઓ પણ ભોગ બનશે.


Related News

Loading...
Advertisement