હવે અયોધ્યા એરપોર્ટને ભગવાન ‘શ્રીરામ’નું નામ

25 November 2020 12:47 PM
Dharmik India
  • હવે અયોધ્યા એરપોર્ટને ભગવાન ‘શ્રીરામ’નું નામ

મર્યાદા પુરૂષોતમ શ્રીરામ એરપોર્ટ તરીકે ઓળખાશે : યોગી કેબીનેટનો નિર્ણય


અયોધ્યા, તા. રપ
અયોધ્યા એરપોર્ટ હવે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ તરીકે ઓળખાશે. ઉત્તરપ્રદેશ કેબિનેટે મંગળવારે તેને મંજૂરી આપી. યોગી સરકારે કેબિનેટની બેઠકમાં ઠરાવ પસાર કર્યો હતો અને ભારત સરકારને આ દરખાસ્ત મોકલવાનો નિર્ણય કર્યો હતો. હવે યુપી સરકાર પહેલા આ પ્રસ્તાવને વિધાનસભામાંથી મંજૂરી આપશે. ત્યાર પછી, તેને ભારત સરકારને મોકલવામાં આવશે.રાજ્ય વિધાનસભામાંથી તે પસાર થતાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયને મોકલવામાં આવશે. ત્યાં જ, અયોધ્યા ખાતેની એરસ્ટ્રીપને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું રૂપ આપવા માટે ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે.


આ એરસ્ટ્રીપને મોટા વિમાનો માટે તૈયાર કરવામાં આવી રહી છે. તેના પહેલા તબક્કામાં, એ321 અને બીજા તબક્કામાં કોડ-ઇ બી777.300 વર્ગનાં વિમાનોનું સંચાલન શરૂ કરવામાં આવશે.રાજ્ય સરકારનાં નાગરિક ઉડ્ડયન અને લઘુમતી કલ્યાણ પ્રધાન નંદ ગોપાલ નંદીએ તાજેતરમાં કહ્યું હતું કે અત્યાર સુધીમાં 525 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી અત્યાર સુધી 300 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.


Related News

Loading...
Advertisement