બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિના મહેતા પરિવાર દ્વારા કુળદેવીના હવન-યજ્ઞનું આયોજન

24 November 2020 07:27 PM
Rajkot Dharmik
  • બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિના મહેતા પરિવાર દ્વારા કુળદેવીના હવન-યજ્ઞનું આયોજન

સૌરાષ્ટ્રમાં ધારી મુકામે સુપ્રસિધ્ધ યાત્રાસ્થળ શ્રી જીવનમુક્તેશ્ર્વર મહાદેવ આશ્રમમાં ગુજરાતભરના બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિના ઝંડા મહેતા પરિવારોના કુળદેવી શ્રી રાંદલ ભવાની માતાજી બિરાજમાન છે. જ્યાં વડોદરા નિવાસી જગજીવનભાઈ મહેતાના યજમાનપદે કારતક સુદ આઠમના રોજ સવારે 7 થી 12 સુધી કુળદેવી માતાજીના શાસ્ત્રોક્ત વિધિથી સંગીતમય હવન-નવચંડી યજ્ઞનું આયોજન થયું હતું. શહેરના કોલાહલ, પ્રદુષણ ઘોંઘાટથી મુક્ત, 300 ઘેઘુર વૃક્ષોના કુદરતી સૌંદર્યથી પરિપૂર્ણ રમણીય જીવનમુક્તેશ્ર્વર મહાદેવના વિશાળ પટાંગણમાં આયોજિત હવનમાં આયોજક જાગૃતભાઈ મહેતા પરિવારે યજ્ઞમાં આહૂતિ આપીને પૂજનવિધિ કરી હતી. અને રાંદલ માતાજીના મહોરાનું મૂર્તિ પ્રતિષ્ઠા સાથે સ્થાપન થયું હતું.


Related News

Loading...
Advertisement