રાજકોટ,તા. 23
ક્રાઈસ્ટ હોસ્પિટલ ગુજરાત રાજયની સૌપ્રથમ ડેઝીગનેટેડ કોવિડ હોસ્પિટલ તારીખે જાહેર થયેલ તે સમયથી લઇને આજ સુધી ક્રાઈસ્ટ હોસ્પિટલના નિષ્ણાંત અને અનુભવી એમડી ડોક્ટરની ટીમ, પલ્મોનલોજીસ્ટ, ઇન્ટેન્સિવિસ્ટ, મેડીકલ ઓફીસર, નર્સિંગ સ્ટાફ, સર્વિસ સ્ટાફ અને મેનેજમેન્ટની ટીમ રાત દિવસ જોયા વગર સતત દર્દીની સારવાર માટે ખડેપગે છે. ક્રાઈસ્ટ હોસ્પિટલ હોસ્પિટલ પ્રત્યે અસંખ્ય દર્દીના સારા ફીડબેક મળેલ છે. ખાસ વાત એ છે કે ક્રાઇસ્ટ હોસ્પિટલ ખાતે કોવીડનું અલગ જ આઈસોલેશન બિલ્ડીંગ છે જેથી બીજા રોગની સારવાર માટે આવનાર દર્દીને કોઇપણ જાતના ક્રોસ ઇન્ફેકશનનું જોખમ નહીંવત રહે છે અને તેઓ અહીં સારવાર માટે આવી શકે છે. ક્રાઈસ્ટ હોસ્પિટલના નોડલ મેનેજર ડો. જીતેન કક્કડના જણાવ્યા મુજબ ક્રાઈસ્ટ હોસ્પિટલ ખાતે કોવિડ સિવય તમામ સ્પેશિયાલીસ્ટી અને સુપર સ્પેશ્યાલિટી વિભાગો પણ ચાલુ છે. ગુજરાતની સૌ પ્રથમ કોવીડ 19 ડેઝીગનેટેડ પ્રાઈવેટ હોસ્પિટલ એવી ક્રાઈસ્ટ મલ્ટી સુપરસ્પેશ્યિાલીટી હોસ્પિટલે તા. 23 થી 28 સુધી તદન ફ્રી કોવીડની ઓપીડી શરુ કરી છે. જેમાં નિષ્ણાંત અને અનુભવી એમ.ડી. ડોક્ટરો દ્વારા આપને તપાસી સચોટ નિદાન કરી આપશે. કોવિડમાં વહેલી નિદાન એ જ માત્ર શ્રેષ્ઠ ઉપાય છે, ઘબરાયા વગર તાત્કાલીક આજે જ ક્રાઈસ્ટ હોસ્પિટલની મુલાકાત લેવી. વધુ જામકારી મા્ટે 8000936558, 800003336 પર સંપર્ક કરવો.