કર્ફ્યુની સમય મર્યાદા રાત્રે 12 થી સવારે 9 સુધી કરવા મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત

21 November 2020 10:27 PM
Gujarat
  • કર્ફ્યુની સમય મર્યાદા રાત્રે 12 થી સવારે 9 સુધી કરવા મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત

હોટલ, રેસ્ટોરન્ટ રાત્રીના સમયે જ શરૂ થતા હોવાથી એસોસિએશન દ્વારા કર્ફ્યુના સમયમાં ફેરફાર કરવા માંગ

સુરત:
ગુજરાત સરકારે અમદાવાદમાં સોમવારે સવારે 6 વાગ્યા સુધી વિકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરી છે. અને ત્યારબાદ દરરોજ રાત્રીના 9 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આજથી રાત્રી કર્ફ્યુ લાગી ગયો છે. આવી સ્થિતિમાં હોટેલ રેસ્ટોરન્ટ વગેરે વ્યવસાયોની માઠી દશા થવાની છે. જેથી કર્ફ્યુની સમય મર્યાદા રાત્રે 12 થી સવારે 9 સુધી કરવા મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત કરાઈ છે. હોટલ, રેસ્ટોરન્ટ રાત્રીના સમયે જ શરૂ થતા હોવાથી એસોસિએશન દ્વારા કર્ફ્યુના સમયમાં ફેરફાર કરવા માંગ કરવામાં આવી છે.

હોટલ, બેન્કવેટ કે રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, 'સરકાર દ્વારા લેવાયેલા પગલાઓને અમારું સંપૂર્ણ સમર્થન છે. પરંતુ અમને કેટલીક વ્યાજબી તકલીફો પડી રહી છે તે અંગે યોગ્ય મદદ કરવામાં આવે. હાલમાં કર્ફ્યુનો સમય રાત્રે 9 કલાકથી શરૂ થાય છે. જયારે હોટલ, બેન્કવેટ કે અન્ય રેસ્ટોરન્ટ રાત્રીના સમયે તો ખરેખર શરૂ થતા હોય છે. આ સંદર્ભે અમને કર્ફ્યુનું પાલન કરવામાં ખૂબ જ નુકસાની વેઠવી પડે તેમ છે. તો આ સમય મર્યાદાને રાત્રે 12 થી સવારે 9 સુધી કરવાથી અમને રાહત મળે અને સરકારનો કર્ફ્યુનો હેતુ પણ જળવાઈ રહેશે. જો કર્ફ્યુનીનો સમય સવારે 6 ને બદલે સવારે 9 સુધીનો કરવામાં આવે તો અન્ય કોઈ પાયાની જરૂરિયાતોને અસર થાય તેમ નથી. કારણ કે, આ બધી ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજીને છૂટ મળી જ છે. તેથી કર્ફ્યુનો સમય વધારવામાં કોઈ મુશ્કેલી નહી થાય તેવું અમારું માનવું છે.

વધુમાં રજુઆતમાં કહેવાયું છે કે, 'હોટલ ઉદ્યોગ અનેક પ્રકારના જુદા જુદા ટેક્સ ભરી દેશના વિકાસ માટે ફાળો આપે છે. સાથે મોટા પ્રમાણમાં રોજગારી આપે છે. આ ઉદ્યોગ કોરોનાને કારણે સૌથી વધારે પ્રભાવિત થયો છે, જેથી રાહત આપવામાં આવે તેવી પણ માગ કરાઈ છે.


Related News

Loading...
Advertisement