હવે ઘરની બહાર ન નીકળતા : રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કફર્યુની અમલવારી શરૂ, પોલીસ કાફલો મેદાને : નવના ટકોરે જ બજારો સુમસામ થઈ ગઈ

21 November 2020 09:16 PM
Rajkot Gujarat
 • હવે ઘરની બહાર ન નીકળતા : રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કફર્યુની અમલવારી શરૂ, પોલીસ કાફલો મેદાને : નવના ટકોરે જ બજારો સુમસામ થઈ ગઈ

રાજકોટમાં પોલીસ, જી.આર.ડી. જવાન, વોર્ડન, હોમગાર્ડ સહિત 3500 જવાનોનો કાફલો કફર્યુની અમલવારી માટે તૈનાત, રાત્રીના કેશરીપુલ, મહિલા કોલેજ અન્ડરબ્રિજ સિવાયના તમામ બ્રિજ બંધ : બહારગામ આવન-જાવન માટે બાયપાસનો માર્ગ ખુલ્લો

રાજકોટઃ
ગુજરાત સરકારે આજે રાત્રે 9 વાગ્યાથી રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કફર્યુ લાદી દીધો છે. આ કફર્યુ સવારે 6 વાગ્યા સુધી રહેશે. આજે પ્રથમ રાત્રીએ જ કફર્યુ અમલવારી માટે ત્રણેય મહાનગરોમાં પોલીસ કાફલો મેદાને આવી ગયો છે. અને બહાર ટહેલતા, દુકાનો ખુલી રાખી બેઠેલા લોકો સામે નિયમ મુજબ જાહેરનામા ભંગનો ગુનો નોંધવાની શરૂઆત કરી દીધી છે.

રાજકોટમાં પોલીસ, જી.આર.ડી. જવાન, વોર્ડન, હોમગાર્ડ સહિત 3500 જવાનોનો કાફલો કફર્યુની અમલવારી માટે તૈનાત કરી દેવાયો છે. રાત્રીના કેશરીપુલ, મહિલા કોલેજ અન્ડર બ્રિજ સિવાયના તમામ બ્રિજ બંધ કરી દેવાયા છે. બહારગામ આવન-જાવન માટે બાયપાસનો માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે.

પોલીસ 8 વાગ્યાથી ફિલ્ડમાં આવી ગઈ હતી અને લોકોને સમજાવ્યા હતા. 9 વાગ્યા બાદ ગુનો નોંધવા સહિતની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. કફર્યુના સમયમાં બહારગામથી આવનાર વ્યકિતઓને એસ.ટી.-રેલ્વેની ટીકીટ બતાવવી પડશે. મેડીકલ ઇમરજન્સી માટે 108ને કોલ કરવો અન્ય કોઇપણ જરૂરી કારણોસર 100 નંબર પર સંપર્ક કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અપીલ કરી છે. સરકાર નવો આદેશ ન આપે ત્યા સુધી રાત્રી કફર્યુની અમલવારી ચાલુ રહેશે.

અગાઉ લોકડાઉનની માફક કર્ફયુની અમલવારીમાં પણ શહેરના મુખ્ય ટ્રાફીક પોઇન્ટ પર રાત્રીના પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ અને સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. રાત્રીના 8 વાગ્યાથી દુકાનદારોથી લઇ તમામ જે ઘર બહાર હતા તેમને સમજાવી ઘરે જવા માટે કહેવામાં આવ્યું હતું. અને 9 વાગ્યા બાદ પોલીસ જે કોઇપણ વ્યકિત ઘર બહાર હતા તેમની સામે ગુનો નોંધવા સહીતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રાત્રી કર્ફયુ દરમ્યાન બહાર નીકળવા અંગેના કોઇપણના બહાના ચલાવી લેવામાં આવશે નહી.

પોલીસ કમિશ્નરે જણાવ્યુ હતું કે આજથી શરૂ થનાર રાત્રી કર્ફયુ દરમ્યાન કોઇ વ્યકિતને રાત્રીના 9 વાગ્યા બાદ મેડીકલ ઇમરજન્સી માટે કોઇપણ વ્યકિતએ 108માં કોલ કરવાનો રહેશે. તેમજ આ સિવાય અન્ય કોઇ ઇમરજન્સી હોય અને રાત્રીના 9 બાદ ઘર બહાર નીકળવુ જરૂરી હોય તેવા કિસ્સામાં કોઇપણ વ્યકિતએ સ્વયમ નિર્ણય ન લેવો 100 નંબર પર જાણ કરી પોલીસની સુચના મુજબ જ વર્તવુ. રાત્રી કર્ફયુની અમલવારી દરમ્યાન કોઇ વ્યકિતને હેરાનગતી ન થાય તે માટે પણ પોલીસ ખાસ ધ્યાન આપી રહી છે. બહારગામથી આવતા મુસાફરોને રાત્રીના કદાચીત 9 વાગ્યા બાદ શહેરમાં પ્રવેશવાનું થાય તો તેવા કિસ્સામાં તેઓએ એસ.ટી. કે રેલ્વેની ટીકીટ બતાવવી પડશે. અગાઉની માફક કોઇએ દવાની જરૂર હોય તો તેમને મેડીકલ સ્ટોર મારફત હોમ ડીલેવરીથી દવાઓ મેળવી શકશે. પરંતુ મેડીકલ સ્ટોર સિવાય રાત્રીના 9 વાગ્યા બાદ કોઇપણ ધંધાર્થીઓને પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખવા માટેની છુટછાટ આપવામાં આવશે નહી.

કરફ્યુ અમલવારીના નિરીક્ષણ માટે ખુદ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ફિલ્ડમાં આવ્યા છે. સીપી કેકેવી ચોક ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાં હાજર ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા અને અન્ય પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

Related News

Loading...
Advertisement