ભાવનગરમાં આજે કોરોનાના ૧૯ કેસો, ૧૮ દર્દીઓ સાજા થયા

21 November 2020 08:20 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં આજે કોરોનાના ૧૯ કેસો, ૧૮ દર્દીઓ સાજા થયા

જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૦૩૩ કેસો પૈકી ૪૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.૨૧
ભાવનગરમાં આજે ૧૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૫,૦૩૩ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૦ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૪ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગરના ખડસલીયા ગામ ખાતે ૧, ઉમરાળાના રંઘોળા ગામ ખાતે ૧, સિહોરના રામધરી ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧ તથા વલ્લભીપુર ખાતે ૧ કેસ મળી કુલ ૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભાવનગર મહાનગર પાલિકાના ૮ તેમજ તાલુકાઓના ૧૦ એમ કુલ ૧૮ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ, જિલ્લામાં નોંધાયેલા ૫,૦૩૩ કેસ પૈકી હાલ ૪૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૪,૯૧૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ ૬૮ દર્દીઓના મોત થયા છે.


Related News

Loading...
Advertisement