ગુજરાતમાં કોરોનાનો હાહાકાર : છેલ્લા 24 કલાકમાં 1500થી વધુ કેસો, અમદાવાદમાં આજે સૌથી વધુ 373 કેસો

21 November 2020 07:42 PM
Gujarat
  • ગુજરાતમાં કોરોનાનો હાહાકાર : છેલ્લા 24 કલાકમાં 1500થી વધુ કેસો, અમદાવાદમાં આજે સૌથી વધુ 373 કેસો

● આજે 9 દર્દીઓના મૃત્યુ : 1271 દર્દીઓ સાજા થયા

રાજકોટઃ
ગુજરાતમાં કોરોનાનો હાહાકાર મચ્યો છે. ગઈકાલ રાત્રીના અમદાવાદમાં કરફ્યુ શરૂ થયા બાદ આજે રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રી કરફ્યુનો અમલ થવાનો છે. એવા સમયે જ રાજ્યમાં નવા 1500 થી વધુ કેસો સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 373 નવા દર્દી સપાટી પર આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 1515 કેસો નોંધાયા છે. 9 દર્દીઓના મૃત્યુ થયા છે, જ્યારે 1271 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 95 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 13190 દર્દીઓ સ્ટેબલ છે, રાજ્યનો કુલ મૃત્યુઆંક 3846 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 195917 પર પહોંચ્યો છે.

◆ આજે જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

અમદાવાદ 373,
સુરત 262,
વડોદરા 164,
રાજકોટ 137,
બનાસકાંઠા 55,
ગાંધીનગર 89,
મહેસાણા 53,
પાટણ 51,
જામનગર 41,
કચ્છ 30,
અમરેલી 24,
પંચમહાલ 23,
ખેડા 20,
જૂનાગઢ 20,
મહિસાગર 19,
ભાવનગર 19,
સાબરકાંઠા 17,
સુરેન્દ્રનગર 15,
દાહોદ 14,
મોરબી 14,
અરવલ્લી 12,
નર્મદા 12,
ગીર સોમનાથ 10,
આણંદ 8,
ભરૂચ 6,
છોટાઉદેપુર 6,
તાપી 6,
દેવભૂમિ દ્વારકા 4,
બોટાદ 4,
નવસારી 3,
વલસાડ 3,
પોરબંદર 1.


Related News

Loading...
Advertisement