ત્રિકોણબાગ-150 ફૂટ સહિતના રોડ પર ટેસ્ટીંગ બુથ શરૂ

21 November 2020 07:03 PM
Rajkot
  • ત્રિકોણબાગ-150 ફૂટ સહિતના રોડ પર ટેસ્ટીંગ બુથ શરૂ

રાજકોટમાં કોરોના સંક્રમણ થોડુ વધતા આજથી મહાપાલિકા દ્વારા 7 જગ્યાઓ પર કોરોના ટેસ્ટીંગ બુથ શરુ કરવામાં આવ્યા છે. ટ્રાફિકવાળા ચોકમાં આજે ઘણાં લોકો એન્ટીજન ટેસ્ટ કરાવતા માલુમ પડયા હતા જે જગ્યાએ બુથ શરુ કરાયા તેમાં ત્રિકોણબાગ, 150 ફૂટ રોડ પર કેકેવી ચોક, બાલાજી હોલ પાસે, રૈયા ચોકડી, કીશાનપરા ચોક, પેડકરોડ પર બાલક હનુમાનની જગ્યા પાસે, કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન ઓફિસનો સમાવેશ થાય છે. જરૂર પડયે બુથની સંખ્યા અને ટેસ્ટીંગ વધારવામાં આવશે તેવું આરોગ્ય અધિકારી ડો. લલીત વાજા અને નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement