લોકો કોરોનાથી ત્રસ્ત, ભાજપ રેલીમાં મસ્ત

21 November 2020 06:56 PM
Surat
  • લોકો કોરોનાથી ત્રસ્ત, ભાજપ રેલીમાં મસ્ત
  • લોકો કોરોનાથી ત્રસ્ત, ભાજપ રેલીમાં મસ્ત

એક તરફ અમદાવાદીઓ ઘરમાં પુરાયા, બીજી તરફ ભાજપના નેતાઓનો તાયફો : સુરતના કરંજમાં આજે ખકઅના સત્કાર સમારંભમાં કેબિનેટ મંત્રી સહિતના નેતાઓએ નિયમો નેવે મુકયા, પોલીસ મુક પ્રેક્ષક બની જોતી રહી ગઇ

રાજકોટ તા. ર1 : રાજયની ભાજપ શાસિત સરકાર દ્વારા અમદાવાદમાં પ7 કલાકનું મિનિ લોકડાઉન જાહેર કરાયુ છે. લોકોને ઘરમાં રહેવાની અપીલ કરતા ભાજપના નેતાઓ રેલી કરી રહયા હોવાનું સામે આવ્યુ છે. સુરતના કરંજમાં ભાજપના ધારાસભ્યનો સત્કાર સમારંભ યોજાયો હતો. જેમાં સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક સહિતના નિયમો નેવે મુકવામાં આવ્યા હતા. આ સમયે પોલીસ સ્ટાફ પણ હાજર હતો છતા સરકારના આદેશ મુજબ કોઇ કાર્યવાહી ન થતા ફરી એકવાર સાબિત થઇ રહયું છે કે સરકાર માત્ર સામાન્ય લોકો માટે જ નિયમ બનાવે છે. જયારે પોતાના નેતાઓ સામે નિયમ મુજબ કોઇ પગલાં લેવામાં આવતા નથી.
વિસ્તૃત વિગત મુજબ ગઢડા બેઠક પરથી તાજેતરમાં ચુંટાયેલા ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારનો સત્કાર સમારંભ તેમના વતન સુરત જિલ્લાના માંડવીના કરંજ ગામે યોજાયો હતો. આ કાર્યક્રમ પહેલા એક રેલી યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય આત્મારામ પરમાર, કેબીનેટ મંત્રી ગણપતભાઇ વસાવા અને ભાજપના કાર્યકરો જોડાયા હતા. રેલીમાં સંખ્યા મર્યાદિત રાખવામાં આવી હતી. છતા સોશ્યલ ડિસ્ટન્સ કે માસ્કના નીયમોનો ઉલાળીયો થતો જોવા મળ્યો હતો. રેલીમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને ભાજપના કાર્યકરો ડીજેના તાલ પર નાચ્યા હતા. પોલીસની હાજરીમાં જ નિયમોનો ભંગ થયો પણ કોઇ કાર્યવાહી થઇ નહોતી. આ પહેલા સૌરાષ્ટ્રમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની રેલીને લઇને પણ વિવાદ થયો હતો. જોકે તે સમયે પણ સામાન્ય લોકો સામે જાહેરનામા ભંગના ગુના નોંધતી પોલીસ મુક પ્રેક્ષક બની રહી હતી.


Loading...
Advertisement