ચોંકાવનારો અહેવાલ : અમદાવાદમાં સારવાર લઈ રહેલા 51 ટકા દર્દીઓ 50 વર્ષથી વધુ ઉંમરના

21 November 2020 06:53 PM
Ahmedabad Gujarat
  • ચોંકાવનારો અહેવાલ : અમદાવાદમાં સારવાર લઈ રહેલા 51 ટકા દર્દીઓ 50 વર્ષથી વધુ ઉંમરના

દિવાળી પછી એક સાથે આખા પરિવારને કોરોના થયો હોય તેવા કેસ વધ્યા, તબીબોનું સૂચન ’ઘરમાં પણ માસ્ક પહેરો’

અમદાવાદ, તા.21
અમદાવાદમાં ફરી એકવાર કોરોનાની વિકટ સ્થિતિ ઉભી થઇ છે. કેસો સતત વધી રહ્યા છે. ત્યારે જ કેટલાક ચોંકાવના દાવા સામે આવ્યા છે. મીડિયા અહેવાલ મુજબ દિવાળી બાદ અમદાવાદની હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા 51 ટકા દર્દીઓની ઉંમર 50 વર્ષથી વધુ છે. આવા લોકો પર કોરોનાનું જોખમ પણ વધી જાય છે. આ પરિસ્થિતિમાં ઓક્સિજન વાળા બેડની જરૂરિયાત પણ વધી છે. જેથી આવનારો સમય પડકારજનક હોય શકે છે. આ ઉપરાંત દિવાળી પછી એક સાથે આખા પરિવારને કોરોના થયો હોય તેવા કેસો પણ વધ્યા છે. જેથી તબીબોનું સૂચન છે કે, ’ઘરમાં પણ માસ્ક પહેરો’.
મીડિયા અહેવાલ મુજબ દિવાળીના દિવસે 14 નવેમ્બરે નારણપુરામાં રહેતા શાહ પરિવારને ઝટકો લાગ્યો જ્યારે તેમના પરિવારના પાંચમાંથી ચાર સભ્યોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો. ટ્રાવેલિંગ એજન્ટ હાર્દિક શાહે કહ્યું કે તેમના પિતા, માતા, પત્ની અને બહેનને કોરોના હોવાની જાણ થતાં હત તેઓ તમામ હોમ કેર અને વિટલ્સ માટે તબીબોના નિરીક્ષણ હેઠળ છે.
અમદાવાદ હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ એસોસિએશન (એએનએનએ) ના વાઇસ પ્રેસિડેન્ટ ડો.અનીશ ચંદારાણાએ જણાવ્યું હતું કે એક જ પરિવારના આઠ સભ્યોને એક સાથે અથવા એક કે બે દિવસના અંતરે કોરોના થયો. આ સ્થિતિને ધ્યાને રાખી ડોકટરોએ આગામી પખવાડિયામાં ’ઘરમાં પણ માસ્ક પહેરો’ નું સૂત્ર આપ્યું છે.
રસપ્રદ વાત એ છે કે, સ્થિતિનો વિરોધાભાસ ગાંધીનગરમાં જોવા મળ્યો છે. જાહેર આરોગ્ય સંસ્થા આઈઆઈપીએચજી દ્વારા કરવામાં આવેલા મર્યાદિત નમૂનાના અભ્યાસમાં જણાયું કે અહીં 74 ઘરોના સર્વે પર માત્ર 38 કેસો જ પોઝીટીવ મળ્યા. કોઈના સંપર્કમાં આવ્યા બાદ કોઈ વ્યક્તિ પોઝીટીવ આવ્યાનો દર માત્ર 8.8 ટકા જણાયો છે. દેશ વ્યાપી અભ્યાસમાં અત્યાર સુધીમાં દેશના જુદા જુદા ભાગોમાં સેક્ધડરી એટેક રેટ (એસએઆર) 6% થી 11% ની વચ્ચે હોવાનો સંકેત આવ્યો છે.


Related News

Loading...
Advertisement