વડોદરા એકસપ્રેસ હાઇવે ખાનગી વાહનો માટે પણ રાબેતા મુજબ ચાલુ

21 November 2020 06:52 PM
Vadodara Gujarat
  • વડોદરા એકસપ્રેસ હાઇવે ખાનગી વાહનો માટે પણ રાબેતા મુજબ ચાલુ

મુંબઇને જોડતો હાઇવે પણ બ્લોક કરાયો નથી

ગાંધીનગર તા.21
અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રી કર્ફ્યુ ની જાહેરાત બાદ એક્સપ્રેસ હાઈવે ખાનગી વાહનો માટે પણ રાબેતા મુજબ ચાલુ જ છે. એટલું જ નહીં મુંબઈ ને જોડતો આ હાઇવે બંધ કરવામાં આવ્યો નથી તેમ સત્તાવાર સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
રાજ્યમાં વકરતા જતા કોરોનાને અંકુશમાં લેવા માટે રાજ્ય સરકારે અમદાવાદ બાદ રાજકોટ ,વડોદરા અને સુરતમાં કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી હતી.ત્યારબાદ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે અને અમદાવાદ મુંબઇને જોડતા નેશનલ એક્સપ્રેસ હાઇવે ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવ્યો હોવાના સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોમાં પ્રસારિત થયેલા આ સમાચાર તદ્દન પાયાવિહોણી ના હોવાના અહેવાલ છે. હાઇવે ઓથોરિટી સાથેની વાતચીતમાં મળતી વિગતો મુજબ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ ની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે .પરંતુ આજે પણ વડોદરા એક્સપ્રેસ હાઈવે ખાનગી વાહનો માટે પણ રાબેતા મુજબ ચાલુ હોવાનું સત્તાવાર સૂત્રો તરફથી જાણવા મળ્યું છે .
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શહેરોમાં કર્ફ્યુ લગાડવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં એવા સમાચાર વહેતા થયા હતા કે અમદાવાદ વડોદરા અને મુંબઈ ને જોડતો એક્સપ્રેસ હાઈવે ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે .એટલું જ નહીં આ હાઇવે ઉપર માત્ર સરકારી અને મેડિકલ ઇમરજન્સીના વાહનો જ પસાર થઇ શકશે. આ ઉપરાંત અમદાવાદથી મુંબઇ વચ્ચેના વિસ્તારમાં લોકડાઉનના કડક અમલીકરણ માટે અમદાવાદ વડોદરા વચ્ચેને એક્સપ્રેસ-વે ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વાહનો ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ રસ્તાઓની છટકબારીનો ઉપયોગ ન કરે તે માટે ગ્રામ્ય વિસ્તારોને હાઇ-વે સાથે જોડતા રસ્તાઓ પણ અત્યારે બ્લોક કરવામાં આવ્યા છે. આ પ્રકારના ખોટા સમાચારો વહેતા થવાના કારણે વાહનચાલકો અને મુસાફરો પણ વિટંબણા અનુભવતા હતા જોકે હાઇવે ઓથોરિટી સાથેની ટેલિફોનિક વાતચીતમાં આવો કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવામાં નહીં આવ્યો હોવાની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે . એટલું જ નહીં આજે પણ ખાનગી વાહનો એક્સપ્રેસ હાઈવે ઉપર રાબેતા મુજબ ચાલુ હોવાની સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. જોકે શહેરોની અંદર કરફ્યુ લગાડવામાં આવ્યો હોવાથી તમામ પ્રકારના વાહનો સીટી બાય પાસ થઈને એક સ્થળથી બીજા સ્થળે પરિવહન કરી શકશે. એટલે કે કરફ્યુના કડક અમલીકરણ માટે હાઈવે બંધ કરવામાં આવ્યો છે તે વાત તદ્દન પાયાવિહોણી સાબિત થઈ છે.


Related News

Loading...
Advertisement