લોહાણા મહાપરિષદના પુર્વ પ્રમુખ પ્રવિણ કોટકનો જન્મદિવસ

21 November 2020 06:51 PM
Rajkot
  • લોહાણા મહાપરિષદના પુર્વ પ્રમુખ પ્રવિણ કોટકનો જન્મદિવસ

રાજકોટ તા.21
સમગ્ર વિશ્ર્વના 30 લાખ જેટલા રઘુવંશીઓની પ્રતિનિધિત્વ કરતી 120 વર્ષ જુની માતૃસંસ્થા લોહાણા મહાપરિષદના પૂર્વ અધ્યક્ષ, ભારતના જાણીતા બિલ્ડર, ઈસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવિણભાઈ કોટકનો આજે જન્મદિવસ છે. પ્રવિણભાઈ કોટકનું જીવન અને કવન સુગંધીમય રહ્યું છે. વ્યવસાયની સફળતા સાથે તેઓ સામાજીક, સેવાકીય અને ધાર્મિક ક્ષેત્રે સતત સક્રીય રહ્યાં છે. જ્ઞાતિએ સોંપેલું કામ હોય કે સરકારે સોંપેલી ગુજરાત રાજય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન તરીકેની જવાબદારી હોય, તેમણે પોતાની કર્મઠતા, મહેનત, જવાબદારી, સંપર્કો અને સંબંધોથી શ્રેષ્ઠ પરિણામો મેળવ્યા છે.
પાંચ વર્ષ સુધી સમગ્ર વિશ્ર્વનાં લોહાણા મહાજનો, રઘુવંશીઓની પ્રતિનિધિત્વ કરતી શ્રી લોહાણા મહાપરિષદનું નેતૃત્વ સંભાળ્યા બાદ પ્રવિણભાઈ કોટકે જ્ઞાતિહિત, સમાજહિતના અનેક સદકાર્યો કર્યા છે. સમગ્ર વિશ્ર્વમાંથી થેલેસેમીયા નાબુદી અભિયાનને વેગવંતો બનાવવામાં તેમણે ખૂબ અદકેરો ફાળો આપ્યો છે. પૂ. મોરારીબાપુ, પૂ. રમેશભાઈ ઓઝા, રામદેવજી મહારાજ, પૂ. રવીશંકરજી સહિતના અનેક સંતશ્રીઓના કૃપાપાત્ર, પ્રિતીપાત્ર પ્રવિણભાઈ અત્યંત પ્રેમાળ, વિવેકી વ્યક્તિત્વ ધરાવે છે. પ્રવિણભાઈ કોટકને મો. 98792 06661 પર શુભેચ્છા મળી રહી છે.


Related News

Loading...
Advertisement