સિવિલના સર્જરી વિભાગના હેડ ડો.જતીન ભટ્ટ અને તેમના પત્ની કોરોના પોઝીટીવ

21 November 2020 06:49 PM
Rajkot
  • સિવિલના સર્જરી વિભાગના હેડ ડો.જતીન ભટ્ટ અને તેમના પત્ની કોરોના પોઝીટીવ

ગત સાંજે કોરોનાનાં લક્ષણો દેખાતાં રેપિડ ટેસ્ટ કરાવ્યો’ને આવ્યા પોઝિટીવ: સંપર્કમાં આવનારા તબીબો-દર્દીઓમાં ફફડાટ

રાજકોટ તા.21
કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને વૈશ્વિક મહામારી કોરોનાના કહેરના પગલે ઓન લાઇન ઘેર બેઠાં શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. વિધાર્થીઓ ક્લાસ રૂમોમાં અભ્યાસ કરી શક્યાં નથી ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં આગામી તારીખ 1 ડિસેમ્બરથી શરૂ થતી પરિક્ષામાં વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શન આપવાનો મહત્વ પુર્ણ નિર્ણય આજે લેવામાં આવેલ છે.
યુનિવર્સિટીના કુલપતિ ડો. નિતીન ભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજય ભાઈ દેસાણીની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ વિદ્યાશાખાઓના ડીનની મળેલી બેઠકમાં વિદ્યાર્થી હિતલક્ષી આ નિર્ણય લેવામાં આવેલ હતો. જેમાં યુનિવર્સિટીના તારીખ 19 ડિસેમ્બરના રોજ યોજાનાર પદવીદાન સમારોહ તેમજ નેક દ્વારા યુનિવર્સિટીના ગ્રેડેશન માટે થનારા મૂલ્યાંકન માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
યુનિવર્સિટીના કુલપતિ ડો. પેથાણીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા આગામી ડિસેમ્બરથી વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થનાર છે, જેના પ્રશ્ન પત્રો પણ નીકળી ગયા છે. તેમ છતાં કોરોના કાળમાં વિદ્યાર્થીઓને સહાયરૂપ બનવા માટે માત્ર આ વર્ષ પૂરતું વિદ્યાર્થીઓને પરીક્ષામાં જનરલ ઓપ્શન આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે. એટલે કે પેપરમાં દસ પ્રશ્નો આપ્યા હોય તો તેમાંથી માત્ર પાંચ જ પ્રશ્ન વિદ્યાર્થીઓને લખવાના રહેશે.
ડો. પેથાણીએ વિશેષમાં એવું પણ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા તારીખ 1 ડિસેમ્બરથી શરૂ થનારી પરીક્ષામાં ટાઈમ ટેબલ પણ નિયત કરી દેવાયું છે, પરંતુ આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શન આપવાના નિર્ણય લેવાતા સાયન્સ ફેકલ્ટીના પેપરો ફરીથી ઓપ્શનના વિકલ્પ સાથે કાઢવાના થતાં હોય, સાયન્સ ફેકલ્ટીની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર થશે, જે હવે જાહેર કરાશે.


Related News

Loading...
Advertisement