કોરોના, તારે ક્યાંય જવાની જરૂર નથી, રાજકોટના લોકોનું તને ખુલ્લું આમંત્રણ !

21 November 2020 06:48 PM
Rajkot
  •  કોરોના, તારે ક્યાંય જવાની જરૂર નથી, રાજકોટના લોકોનું તને ખુલ્લું આમંત્રણ !

દિવાળીના તહેવારો પૂર્ણ થતાંની સાથે જ કોરોનાએ પણ પોતાની બીજી ઈનિંગ શરૂ કરી હોય તેવી રીતે રાજકોટમાં કેસ અને મૃત્યુ બન્નેમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. આ જ કારણથી સરકાર દ્વારા રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફયુ જાહેર કરવામાં આવ્યો છે જેના કારણે લોકો સવારથી જ બજારની મુખ્યબજારોમાં ખરીદી કરવા નીકળી પડતાં અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચિંતાની વાત એ છે કે અહીં લોકો ટોળારૂપે નીકળી પડ્યા છે અને જાણે કે કોરોનાનો તેમને કોઈ જ ડર ન હોય તેવી રીતે માસ્ક પહેરવાનું અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું બિલકુલ ટાળવામાં આવી રહ્યું છે. જો આમને આમ જ ચાલશે તો તંત્ર અને સરકાર ગમે એટલા કર્ફયુ જાહેર કરશે તેની કોઈ જ અસર રહેશે નહીં. ટોળા મારફતે કોરોના વિસ્ફોટ થયાના અનેક દાખલાઓ સામે આવી ચૂક્યા છે આમ છતાં લોકો સુધરવાનું નામ લઈ રહ્યા ન હોય વાયરસને ફેલાવા માટે મોકળું મેદાન મળી રહ્યું છે. ધર્મેન્દ્ર રોડ સહિતના વિસ્તારોની ઉપરોક્ત તસવીરો ઉપરોક્ત વાતની ગવાહી પૂરી રહી છે. બીજી બાજુ તંત્ર દ્વારા પણ કર્ફયુ જાહેર કરીને ‘ઢીલાશ’ રાખવામાં આવી રહી હોય તેવું પ્રબુદ્ધ નાગરિકોને લાગી રહ્યું છે કેમ કે જ્યાં આકરું બનવાની જરૂર છે ત્યાં તંત્ર બની રહ્યું નથી.


Related News

Loading...
Advertisement