શનિવારી બજારમાં ટોળેટોળા : ડે.કમિશ્નર સિંહ ત્રાટકયા

21 November 2020 06:47 PM
Rajkot
  • શનિવારી બજારમાં ટોળેટોળા : ડે.કમિશ્નર સિંહ ત્રાટકયા
  • શનિવારી બજારમાં ટોળેટોળા : ડે.કમિશ્નર સિંહ ત્રાટકયા
  • શનિવારી બજારમાં ટોળેટોળા : ડે.કમિશ્નર સિંહ ત્રાટકયા
  • શનિવારી બજારમાં ટોળેટોળા : ડે.કમિશ્નર સિંહ ત્રાટકયા

200 લોકોને મફત માસ્ક આપ્યા -‘હવે તો સમજો’ : અમુલ સર્કલથી આત્મીય રોડ સુધીમાં વધુ 9 હોટલ-પાનની દુકાનો સીલ

રાજકોટ તા.21
રાજકોટ મહાનગરપાલિકા શહેરમાં કોરોના વધુ ના વકરે એ માટે નિયમોના પાલન માટે વધુ સતર્ક રહી નિયમોનો ભંગ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરી રહી છે.
શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. કાલાવડ રોડ પર દર શનિવારે બજાર ભરાય છે, જે સંદર્ભે આજે શનિવારી બજારમાં માણસોના ટોળા જોવા મળતા નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહ સહિતના અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈને 200 થી વધુ માસ્કનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
માણસોને જનજાગૃતિ અંગે ફરજીયાત માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સુચના મો-નાક સરખું ઢંકાઈ એ રીતે માસ્ક પહેરવા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ઉપરાંત ગઈકાલ બપોરથી આજ બપોર સુધીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયાનું જોવા મળતા કુલ નવ હોટલ/પાનની દુકાનો આગામી 7 દિવસ માટે સીલ કરેલ છે.
કેટલાક લોકોએ માસ્ક પહેર્યું હોય છે પરંતુ તેમના નાક અને મ્હો ઉઘાડા હોય છે. આવા નાગરિકો સામે પણ દંડની વસૂલાત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. લોકો માસ્ક એવી રીતે પહેરે જેથી મ્હો અને નાક બરોબર ઢંકાયેલ રહે તે લોકોના સ્વાસ્થ્યના હિતમાં વ્યવસ્થિત માસ્ક પહેરે તે જરૂરી છે.
દરમ્યાન ગઈકાલ બપોર થી આજ બપોર સુધીમાં સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ જે દુકાનો સીલ કરવામાં આવેલ છે તેમાં 80 ફૂટ રોડ અમુલ સર્કલ પાસે ભારત પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, ડીલક્સ પાન, ગેલેક્સી પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, બાબા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, સંતોષ કોલ્ડ્રીંક્સ, શક્તિ ટી સ્ટોલ, ખેતલાઆપા પાન એન્ડ ટી તેમજ આત્મીય કોલેજ સામે કાલાવડ રોડ ખાતેના ખેતલાઆપા ટી સ્ટોલ અને શક્તિ ટી સ્ટોલનો સમાવેશ થાય છે.
તંત્રની અપીલ
ઘરની બહાર નીકળવાનું ટાળો, અને બહુ જ જરૂરી કામે બહાર નીકળવાનું થાય તો મ્હો અને નાક ઢંકાઈ તે માસ્ક પહેરવું. વારંવાર સાબુથી હાથ સાફ કરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, પોતે કોરોનાથી બચશે તો અન્ય અને પોતાના પરિવારને કોરોનાથી બચાવી શકાશે.


Related News

Loading...
Advertisement