રાજકોટ મહાજન પાંજરાપોળના કાર્તિકભાઈ દોશીનો જન્મદિવસ

21 November 2020 06:39 PM
Rajkot
  • રાજકોટ મહાજન પાંજરાપોળના કાર્તિકભાઈ દોશીનો જન્મદિવસ

રાજકોટ તા.21
રાજકોટ મહાજન પાંજરાપોળના શ્રી કાર્તિકભાઈ દોશીનો આજરોજ જન્મદિવસ છે. તેઓ વ્યવસાયે જમીન મકાનની ક્ધસલ્ટન્સી ધરાવી રહ્યા છે. તેઓ છેલ્લા 15 વર્ષથી રાજકોટ મહાજનની પાંજરાપોળ સાથે સક્રીય રીતે જોડાયેલા છે. દર મકરસંક્રાંતીના દિવસે સમગ્ર રાજકોટમાં અનુદાન માટેનું આયોજન તેમની દેખરેખ હેઠળ કરવામાં આવે છે. લોકડાઉન દરમ્યાન સતત અઢી મહીના સુધી તેઓએ જીવદયાનું સતત કાર્ય મીતલભાઈ ખેતાણી, પ્રતીકભાઈ સંઘાણી તથા કમલેશભાઈ શાહ તથા તેમની ટીમ સાથે જોડાઈને કરેલ. આજના જન્મદિવસે રાજકોટ મહાજનની પાંજરાપોળનાં સુમનભાઈ કામદાર, શ્રેયાંસભાઈ વિરાણી, કરણભાઈ શાહ, પંક્જભાઈ કોઠારી, મુકેશભાઈ બાટવીયા, યોગેશભાઈ શાહ, બકુલેશભાઈ રૂપાણી, સંજયભાઈ મહેતા, દિલીપભાઈ વસા તથા મેનેજર અરૂણભાઈ દોશી અને સમગ્ર રાજકોટના જીવદયાપ્રેમીઓ, જૈન અગ્રણીઓ તથા જૈનેતરો દ્વારા તેમને મોબાઈલ નંબર 9898072213 પર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.


Related News

Loading...
Advertisement