માંસ, માછલી, ઇંડાનો ત્યાગ કરો તો કુદરતી કોપ ઓસરી જશે : સુમન કામદાર

21 November 2020 06:37 PM
Rajkot
  • માંસ, માછલી, ઇંડાનો ત્યાગ કરો  તો કુદરતી કોપ ઓસરી જશે : સુમન કામદાર

રાજકોટ તા. ર1 : રાજકોટ મહાજન પાંજરાપોળના સુમન કામદારે જણાવ્યુ કે વર્તમાનમાં ચેપી રોગ, ખતરનાક માંદગી નો કાળો કેર વર્તાઇ રહયો છે તે અબોલ જીવો પર થતાં બેફામ જુલ્મો તથા જીવહિંસાનો કુદરતી બદલો છે.
વર્તમાનમાં આપણા દેશમાં રાજ છે જ નહિ. રાજ હોય તો રાજા હોય જ, જે પ્રજાનું પુત્રવત પાલન કરે. પરંતુ આપણાં કમનસીબે કદી ન હતું તેવું વિચિત્ર વિશ્ર્વાસ ઘાતક તંત્ર અંગ્રેજોએ ઠોકી દીધું છે. પરિણામે વાતાવરણ વધુને વધુ હિંસક બનતું જાય છે. આપણાં પૂજનીય પવિત્ર સાધુ સંતો પણ જીવ હિંસાના દાવાનળને કોણ જાણે કેમ ઠારી શકતા નથી ? જો અહિંસા ધર્મની ઉ5ેક્ષા ચાલુ રહેશે તો અંતિમ પરિણામ ભયંકર શોકમય હશે.


Related News

Loading...
Advertisement