આજી ડેમે છઠ્ઠ પુજા માટે ઉમટેલા પરપ્રાંતીય પર હળવો લાઠીચાર્જ

21 November 2020 06:36 PM
Rajkot
  • આજી ડેમે છઠ્ઠ પુજા માટે ઉમટેલા
પરપ્રાંતીય પર હળવો લાઠીચાર્જ

કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ ધાર્મિક કાર્યક્રમો સહિતના પર નિયંત્રણો રાખવામાં આવ્યા છે ત્યારે ગઇકાલે શહેરમાં આજી ડેમ પાસે દર વર્ષ માફક છઠ્ઠ પુજા કરવા મોટી સંખ્યામાં પરપ્રાંતિયો ઉમટી પડયા હતા. જેથી અહીં બંદોબસ્તમાં રહેલા પોલીસે તે લોકોને પ્રથમ સમજાવી દુર જવા માટે કહ્યું હતું. તેમ છતાં કેટલાક લોકો ન સમજતા પોલીસે હળવો લાઠીચાર્જ કરી અહીંથી પરપ્રાંતિયોને દુર કર્યા હતા. એક તબકકે પરપ્રાંતિયો અને પોલીસ વચ્ચે સ્થિતિ તંગ બની ગઇ હતી પરંતુ બાદમાં પોલીસે સ્થિતિ કાબુમાં લીધી હતી. તસ્વીરમાં આજી ડેમે છઠ્ઠ પુજા માટે પહોંચેલ પરપ્રાંતિયો અને પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહી નજરે પડે છે.


Related News

Loading...
Advertisement