સમરસ કોવિડ કેર સેન્ટરે રંગોળી દોરી દિપાવલી પર્વ ઉજવતા આરોગ્ય કર્મી

21 November 2020 06:33 PM
Rajkot Health
  • સમરસ કોવિડ કેર સેન્ટરે રંગોળી દોરી દિપાવલી પર્વ ઉજવતા આરોગ્ય કર્મી

રાજકોટ તા.21
ઉત્સવોની ઉલ્લાસભેર ઉજવણી કરીને ખુશીઓ પ્રસરાવવી એ આપણી સંસ્કૃતિ છે. સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે ફરજ બજાવતા ડો. ગૌરવ ગોહીલે આ વાતને બખૂબી જવી જાણી છે. કોરોનાની વિષમ પરિસ્થિતિમાં પણ દર્દીઓનાં ચહેરા પર ખુશીઓ ફેલાવવાના પ્રયાસરૂપે ડો. ગોહીલે સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે સુંદર રંગોળી દોરી દીપાવલી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.
ડો. ગોહીલે જણાવ્યું હતું કે, ‘દિવાળી પર્વમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનાં ચહેરા પર ખુશીઓ લઈ આવવી એ જ મારે મન દિવાળીની ઉજવણી હતી. તેથી મેં સમરસ કોવિડ કેર સેન્ટરનાં પ્રાંગણમાં કોરોનાને મ્હાત આપતાં દેવીની રંગોળી દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓના જીવનમાં પણ ખુશીઓ લઈ આવવાનો પ્રયાસ કર્યો હતો. અહીં દાખલ 73 દર્દીઓ દિવાળીમાં પોતાનાં પરિવારથી દર છે તેવું જ અનુભવે તે માટે દરેક આરોગ્યકર્મી દ્વારા તેમની પૂરતી સાર-સંભાળ રાખવાનાં પ્રયાસો પણ કરવામાં આવ્યા હતાં.


Related News

Loading...
Advertisement