રણછોડદાસબાપુ આશ્રમે તા. 30 સુધી દર્શન બંધ

21 November 2020 06:28 PM
Rajkot Dharmik
  • રણછોડદાસબાપુ આશ્રમે તા. 30 સુધી દર્શન બંધ

રાજકોટ તા. ર1 : કોરોના કોવીડ-19 વાઇરસનાં કારણે કેસો વધી રહયા હોય પ.પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ, રાજકોટ દ્વારા સર્વજનના હીત માટે તથા સર્વજનના સુખ માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે નીજ મંદિરનાં દર્શન (મંદિર પ્રવેશ) આજરોજ તા. ર1/11/ર0ર0, શનિવારથી તા. 30/11/ર0ર0 સોમવાર સુધી બંધ રહેશે.ઉપરોકત સમસ્ત ગુરૂભાઇ-બહેનોને તથા ધર્મપ્રેમીભાઇ-બહેનોને નમ્ર અનુરોધ છે કે કોરોના કોવીડ-19 વાયરસનાં કારણે કેસો વધી રહયા કોવિડ-19નાં દિશા નિર્દશો તથા આદેશોનું પાલન કરે. સાથો સાથ બધાને અપીલ કરવામાં આવે છે કે પ.પૂ. સદગુુરુુદેવ ભગવાન રણછોડદાસજીબાપુને વિશ્ર્વ માનસ ઉ5ર આવી પડેલ આ આપદાને દુર કરવા હેતુ પ્રાર્થના કરે.


Related News

Loading...
Advertisement