અજરામર સંપ્ર.ના 3પ0થી વધુ સાધુ-સાઘ્વીજીઓ વચ્ચે સુમેળભર્યુ વાતાવરણ સર્જાશે : ઉદ્ઘોષણા

21 November 2020 06:22 PM
Rajkot Dharmik
  • અજરામર સંપ્ર.ના 3પ0થી વધુ સાધુ-સાઘ્વીજીઓ વચ્ચે સુમેળભર્યુ વાતાવરણ સર્જાશે : ઉદ્ઘોષણા

મુંબઈ મુલુન્ડ ચાતુર્માસ વ્યતિત કરી રહેલા અજરામર સંપ્રદાયના પૂ. ગચ્છાધિપતિ ભાવચંદ્રજી સ્વામીએ એક મહિનાના મૌન સાધના કાળ દરમ્યાન અંતર નિરિક્ષણ અને સ્વનુ પરિક્ષણ કરતા જે વિચાર સ્ફૂર્યો તે રજૂ કરતા જણાવેલ કે ‘અમારા અજરામર સંપ્રદાય’ ના જે ત્રણ ભાગ છે..તેમાં ગુરૂ ભાઈ પ્રકાશ મુની આદિ નવ સંતો અને સૂર્યવિજય પરિવારના પૂ. શીલપ્રભાજી મ. સ. આદિ-44 સતીજીઓ અને પૂ. વેલમાણિકયઉજ્જવલ પરિવારના પૂ.ધૈર્ય મુનિ આદિ પાંચ સંતો અને પૂ. નિર્મલાબાઈ મ.સ. આદિ 84 સતીજીઓ સાથે આજ નવા વરસથી અજરામર સંપ્રદાયને એક કરવાના સંકલ્પને સાકાર કરવા સૌ સાથે વંદના અને ગૌચરી વ્યવહાર શરૂ કરવાની ઘોષણા કરી હતી
પૂ. શ્રી એ વધુમાં ફરમાવતા જણાવેલ કે ‘ક્ષમા માંગને સે ન છોટે હોંગે હમ’ જિનવાણી કહેતી હૈ ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ એક માસની મૌન સાધના દ્વારા જે આંતરસ્ફુરણા થઈ તે જાહેર કરતા કહયુ કે આજે 75 વર્ષ પૂરા થવા આવ્યા ‘બહોત ગઈ થોડી રહિ’ હવે જીવ નહિ સમજે તો કયારે સમજશે. આ કોરોના કાળે અનેક બાબતે સૌને વિચારતા કરી દિધા છે. ત્યારે લોકોએ સજાગ...જાગૃત થવાનુ છે...જાણવાનુ છે. જાગવાનુ છે....અને અનુભવવાનુ છે...ત્યારે જ જિંદગી સફળ છે..સાધના...આરાધના સફળ છે. નવા વરસના મહામાંગલિક ફરમાવતા પહેલા પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતની આવા ઉદારતાપૂર્ણ ઘોષણાને સૌએ જયજયકાર સાથે વધાવી લીધી હતી.


Related News

Loading...
Advertisement