જૂનાગઢ ગીરનારની લીલી પરિક્રમા બંધ : સત્તાવાર જાહેરાત

21 November 2020 06:16 PM
Junagadh
  • જૂનાગઢ ગીરનારની લીલી પરિક્રમા બંધ : સત્તાવાર જાહેરાત

વર્ષો જુની પરંપરા જાળવવા પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે

જુનાગઢ તા.21
જૂનાગઢ ગરવા ગિરનારની 36 કિ.મી.ની દર વર્ષે પરિક્રમા યોજાઇ છે. પરંતુ આ વર્ષે કોરોનાના પગલે લીલી પરિક્રમા બંધ રાખવાની કલેકટરે સત્તાવાર આદેશ કર્યા છે. સાથે લોકોને પરિક્રમામાં નહી આવવા તંત્રએ અપીલ કરી છે.
દર વર્ષે લીલી પરિક્રમામાં 8 થી 10 લાખ ભાવિકો પરિક્રમા માટે આવે છે. 150થી વધુ સેવાભાવી સંસ્થાઓ પરિક્રમાનાં રૂટ પર પોતાના સ્વખર્ચે અન્નક્ષેત્રો સેવા આપે છે. આ વર્ષે કોરોનાના લીધે ઉતારા મંડળો અને સામાજીક સંસ્થાઓ સેવા માટે નહી આવે તેવો અગાઉ નિર્ણય લીધો છે.
આજે જિલ્લા કલેકટરે સત્તાવાર રીતે લીલી પરિક્રમા બંધ રાખવા આદેશ સાથે વર્ષો જૂની પરંપરા જળવાઇ રહે તે માટે 15 ભાવિકોની પરિક્રમા કરે તેવો નિર્ણય લીધો છે.


Loading...
Advertisement