ચોટીલાના આણંદપરમાં નજીવી બાબતે મારામારી થતાં દંપતિ સહિત ચાર ઘવાયા

21 November 2020 05:54 PM
Surendaranagar
  • ચોટીલાના આણંદપરમાં નજીવી બાબતે મારામારી થતાં દંપતિ સહિત ચાર ઘવાયા

સાયલાનાં કરાળી ગામે જુના મનદુ:ખનો ખાર રાખી પરિવાર પર ત્રણ શખ્સોનો હૂમલો

રાજકોટ તા.21
ચોટીલાના આણંદપર ગામે નજીવી બાબતે માથાકુટ થતાં બધાધભાઇ નાજાભાઇ વાઘેલા (ઉ.વ.70), અમુબેન બધાભાઇ (ઉ.વ.65), રાહુલભાઇ બધાભાઇ (ઉ.વ.23) અને જગદીશભાઇ વાઘેલા (ઉ.વ.2પ), પર ગામનાં જ દાદુ ભલા, રમેશ ભલા, તથા તેની સાથેના અજાણ્યા માણસોએ ધોકા વડે મારમારતાં સિવિલમાં ખસેડાયા હતાં. આ અંગે નાની મોલડી પોલીસ સ્ટેશનનાં સ્ટાફે કાર્યવાહી કરાઇ હતી. અન્ય બનાવમાં સાયલાનાં કરાડી ગામે જુના મનદુ:ખનો ખાર રાખી વમરાજભાઇ ધનભાઇ ગોવાણીયા (ઉ.વ.2પ), દાનભાઇ ભીમભાઇ (ઉ.વ.60), રાજદીપ વનરાજભાઇ (ઉ.વ.1પ) અને લાખુબેન દાનભાઇ (ઉ.વ.65) પર પોતાના ગામની સીમમાં વાડીએ હતા ત્યારે મોઢભાઇ, વિજયભાઇ, પ્રદિપભાઇ સહિતનાં શખ્સોએ ધોકા-પાઇપ વડે માર મારતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. આ અંગે ધજાળા પોલીસ સ્ટેશનના સ્ટાફે વધુ કાર્યવાહી આદરી છે.


Loading...
Advertisement