વિરપુર દુનિયાનું અજોડ સ્થાન : જયાં ભેટ નથી લેવાતી છતા અવિરત અન્નક્ષેત્ર ચાલે છે

21 November 2020 05:50 PM
Rajkot Dharmik
  • વિરપુર દુનિયાનું અજોડ સ્થાન : જયાં  ભેટ નથી લેવાતી છતા અવિરત અન્નક્ષેત્ર ચાલે છે

આજે પ.પૂ. જલારામ બાપાની 221મી જન્મજયંતિ છે. અનેક વિવિધ સ્થળોએ જલારામ જયંતિ ઉજવાશે. આ વર્ષે કોરોના મહામારીના કારણે તમામ સ્થળો પર સાદગીપૂર્વક ઉજવણી કરાશે. આ તકે જયેશભાઈ સંઘાણીએ જલારામ બાપાની જીવનયાત્રા વિશેનો ચિતાર આપ્યો છે.
રાજકોટથી થોડે દૂર એક વીરપુર નામનું નાનકડું ગામ છે. આ ગામમાં એક ઠક્કર કુટુંબ રહે. શ્રી પ્રધાન ઠક્કર અને તેમના પત્ની શ્રીમતી રાજબાઈ, રાજબાઈ અને પ્રધાન ઠક્કરની સ્થિતિ સામાન્ય પણ રોટલે પહોળા. આંગણે આવેલ સાધુ, સંત કે અભ્યાગત ભૂખ્યાં ન જાય. તેમની આગતા સ્વાગતા વીરપુરમાં વખણાય. એકવાર જમી પરીવારીને નિરાંતે બેઠેલા રાજબાઈના આંગણે સંત મંડળ આવ્યુ.ં રાજબાઈએ પતિદેવને જાણ કરી એટલે દુકાનેથી પ્રધાન ઠક્કર પણ આવ્યા. સંતમંડળની રુડી રીતે આગતા સ્વાગતા કરી. સંતો પ્રસન્ન થયા અને રાજબાઈને પુત્રવતી ભવનો આશીર્વાદ આપી વિદાય થયા. વખત જતાં પ્રધાન ઠકક્રને ઘેર સંવત 1856 કારતક સુદ સાતમ એટલે ઇ.સ. 1799ની 4થી નવેમ્બરે બીજા પુત્રનો જન્મ થયો તેનું નામ રાખ્યું જલારામ. જલારામને બે ભાઈઓ હતા. મોટા બોઘાભાઈ અને નાના દેવજીભાઈ.
જલારામે સદાવ્રત શરુ કર્યું. જે કાંઇ કમાણી થાય તેમાંથી સદાવ્રત ચલાવે. કોઇને ભૂખ્યા જવા ન દે. આ કામમાં તેમની પત્ની વીરબાઈ પણ મન મુકીને લાગી ગયા. પ્રારંભનાં વર્ષોમાં સદાવ્રત માટે પૈસાની ખેંચ રહેતી. એકવાર તો સદાવ્રત બંધ કરવું પડે એવી સ્થિતિ આવી ત્યારે વીરબાઈએ પોતાના બધા જ દાગીના ઉતારી આવ્યાં.
આ જલારામ બાપાએ સ્થાપેલ સદાવ્રત આજે પણ અવિરતપણે ચાલે છે. મહેમાનોને ુઉતરવા માટે મોટી ધર્મશાળા છે. અહીં રહેવાની બધી જ સગવડ છે. અહીં રાય, રંકનો ભેદ નથી. બધા જ એક પંતગે બેસી પતરાળામાં જમે છે. સવારે પ્રસાદમાં ગાઠીયા, બુંદી અને શાક પીરસાય છે અને સાંજે કઢી, ખીચડી અને દેશી ઘી પીરસાય છે. નાના બાળકો માટે ચ્હા-દૂધની અને ઘોડીયાની સગવડ પણ મળે છે.


Related News

Loading...
Advertisement