કર્ફયુ હોવા છતા અમદાવાદમાં સવારે ચા-પાનના ગલ્લા ખુલ્લા જોવા મળ્યા

21 November 2020 05:50 PM
Ahmedabad Gujarat
  • કર્ફયુ હોવા છતા અમદાવાદમાં સવારે ચા-પાનના ગલ્લા ખુલ્લા જોવા મળ્યા

પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠયા

અમદાવાદ તા. ર1 : અમદાવાદમાં કોરોના કહેર વચ્ચે પ7 કલાકનો કર્ફયુ જાહેર કરાયો છે. ગઇકાલે રાત્રે 9 વાગ્યાથી કર્ફયુની અમલવારી શરૂ થઇ ગઇ છે. જોકે આજે વહેલી સવારે શહેરના ગુરૂદ્વારા પાસે ચા ની કિટલી અને પાનના ગલ્લા ખુલ્લા જોવામળ્યા હતા. લોકોની ભીડ પણ જામી હતી.મળતી વિગત મુજબ અમદાવાદમાં કર્ફયુ હોવા છતા લોકો બેદરકારી દાખવી રહયા છે. શહેરના ગુરૂદ્વારા નજીક ચા ની કિટલી, પાન પાર્લર પણ ખુલ્લા જોવા મળ્યા હતા. વહેલી સવારે અહીં લોકોની ભીળ જોવા મળી હતી. જેને લઇ પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહયા છે.


Related News

Loading...
Advertisement