અસિતકુમાર મોદી કોરોના પોઝીટીવ

21 November 2020 05:42 PM
India Top News
  • અસિતકુમાર મોદી કોરોના પોઝીટીવ

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડયુસર અસિતકુમાર મોદી કોરોના પોઝીટીવ થયા છે. કોરોના વાઈરસને કારણે લોકડાઉનનો અમલ કરાતા મોટાભાગના શો બંધ થઈ ગયા હતા. એમાંથી એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પણ હતો. જો કે લોકડાઉનમાં રાહત આપતાં તમામ શોનું શુટીંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ શોનું પણ શુટીંગ શરૂ થયું હતું. જો કે શોના એકટરની જગ્યાએ શોના પ્રોડયુસર અસિતકુમાર મોદી કોરોના પોઝીટીવ થયા છે. આ વિષે જણાવતાં ટિવટર પર અસિતકુમાર મોદીએ કહ્યું હતું કે ‘કોવિડ-19નાં થોડાં ઘણાં લક્ષણ બાદ મેં ટેસ્ટ કરાવી હતી અને રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. મેં પોતાને આઈસોલેટ કર્યો છે. હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે લોકો મારા કોન્ટેકટમાં આવ્યાં હતાં તેઓ સાવચેતી રાખે અને પ્રોટોકોલને ફોલો કરે. ચહેરા પર સ્માઈલ સાથે તમે મારી ચિંતા ન કરતા. તમારા પ્રેમ, પ્રાર્થના અને આશિર્વાદથી હું જલદી જ સારો થઈ જઈશ. તમે બધા સારા અને સ્વસ્થ રહો.’


Related News

Loading...
Advertisement