અમદાવાદના તમામ પ્રવેશ દ્વારો સીલ : જીજે 01 પાસીંગને જ એન્ટ્રી

21 November 2020 05:20 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદના તમામ પ્રવેશ દ્વારો સીલ : જીજે 01 પાસીંગને જ એન્ટ્રી

કફર્યુનો કડક અમલ : સૌરાષ્ટ્ર-અન્ય શહેરોમાંથી આવતા લોકો રઝળ્યા

અમદાવાદ તા.21
શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદની સરહદો પર પોલીસ તહેનાત કરી દેવાઈ છે. શહેરના રહેવાસીઓ અને જીજે-1 પાસિંગનાં વાહનોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જેને કારણે શહેરમાં આવતા અન્ય જિલ્લાના મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.શહેરની સરહદ સીલ કરવામાં આવતાં સૌરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોને સનાથલ ચોકડી પાસે અટકાવી દેવામાં આવ્યા છે. સનાથલના એન્ટ્રી પોઇન્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. દરેક વાહનચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે. વેલિડ ડોક્યુમેન્ટ ન હોય અથવા યોગ્ય કારણ ન જણાવી શકનારને શહેરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. શહેરમાં પ્રવેશ ન મળવાને કારણે મુસાફરોને પરત જવું પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. પરત જવા માગતા મુસાફરો પાસેથી પાંચથી દસ ગણું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે.


ઉત્તર ગુજરાત તરફથી આવી રહેલા મુસાફરોને વૈષ્ણોદેવી સર્કલ પાસે રોકવામાં આવી રહ્યા છે. જે મુસાફરો યોગ્ય કારણ જણાવે છે તેમને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જ્યારે અન્યને પરત ફરવા જણાવવામાં આવી રહ્યું છે. જેને કારણે ઘણા લોકોએ પોલીસ સાથે ઘર્ષણમાં ઊતરવું પડ્યું છે. જ્યારે ખાનગી બસોને શહેરમાં પ્રવેશબંધી હોવાથી મુસાફરોને ત્યાં જ ઉતારી દેવામાં આવતાં તેઓ ત્યાં જ અટવાયા છે.દક્ષિણ ગુજરાત અને વડોદરા સહિતના વિસ્તારથી આવતા મુસાફરોને ખાનગી બસો દ્વારા એક્સપ્રેસ હાઈવે પાસે ઉતારી દેવામાં આવ્યા છે, જેના કારણે તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.


Related News

Loading...
Advertisement