સુરેન્દ્રનગરનાં ખેરવા ગામ નજીક ગમખ્વાર અકસ્માત : 7નાં મોત

21 November 2020 05:05 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરનાં ખેરવા ગામ નજીક ગમખ્વાર અકસ્માત : 7નાં મોત

ચોટીલાથી દર્શન કરી પરત ફરતી વખતે નાનાપુરા અને કોરડા ગામના લોકોને નડયો અકસ્માત : ડમ્પરે ઇકો કારને ઠોકર મારતા આગ ભભૂકી જેમાં તમામ સભ્યો ભુંજાઇ ગયા : ટેન્કર ચાલકની ધરપકડ : સુરેન્દ્રનગર ડીવાયએસપી અને ફોરેન્સીક ટીમ ઘટના સ્થળે પહોંચ્યા : તપાસ શરૂ

(ફારૂક ચૌહાણ)
વઢવાણ તા.21
સુરેન્દ્રનગર પાટડી ના ખેરવા નજીક કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો ડમ્પરની ટક્કરે કારને અડફેટમાં લેતા કારમાં ભયાનક આગ લાગી. અને કારમાં સવાર 07 લોકોના કારમાં જ સળગી જતા કરુણ મોત નીપજ્યા હતા.અકસ્માતમાં મોત પામનાર તમામ મૃતકો નાઇ સમાજના અને પાટણ જિલ્લાના રાઘનપુર તાલુકાના નાનાપુરા ગામ અને સાંતલપુર તાલુકાના કોરડા ગામના હોવાનું સામે આવ્યું છે .કમનસીબે મોત પામનાર તમામ 07 વ્યક્તિ એક જ પરીવારના સભ્યો હોવાનું પણ સામે આવ્યું છે .આ અકસ્માતમાં બે પરીવારોના તમામ સભ્યોએ જીવ ગુમાવ્યા છે . જેમાં તસ્વીરમાં જણાતા એક જ પરીવારના 04 સભ્યો જે સાંતલપુરના કોરડા ગામના હોવાનું સામે આવ્યું છે . પતિ , પત્નિ અને 02 બાળકોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 03 લોકો પણ નાનાપુરા ગામના એક જ પરીવારના સભ્યો છે . જેમાં પતિ , પત્નિ અને પુત્રનો સમાવેશ થાય છે .આ તમામ લોકો શુક્રવારે ચોટીલા ખાતે દર્શન કરીને પરત ફરતા મોડીરાત્રે અકસ્માત સર્જાતા કરુણ મોત નીપજ્યા છે. હાલમાં સમગ્ર અકસ્માત મામલે પોલીસે તપાસ પણ શરુ કરી દીધી છે . તો નાનાપુરા અને કોરડા ગામમા શોકનો માહોલ ફેલાયો છે.

Loading...
Advertisement